તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
ગોંડલ ભાજપના ધારાસભ્યના ખોટા સોગંદનામા અંગે ચૂંટણી પંચે તપાસ સોંપી છેઃ આજે પત્રનો અભ્યાસ કરી બપોર બાદ નિર્ણય
સીઇઓનો લેટર મળ્યો છેઃ કેટલા દિવસમાં તપાસનો રીપોર્ટ આપવો તે વિગતો જાણી અન્યને તપાસ સોંપાશે

રાજકોટ તા. ર૪: ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજાએ વિધાનસભાની ચુંટણીમાં ખોટુ એફીડેવીડ રજૂ કર્યું છે, તેમની સામે કાર્યવાહી કરવા કોંગ્રેસના આગેવાન અને એડવોકેટ શ્રી યતિષભાઇ દેસાઇએ રાજયના મુખ્ય ચૂંટણી અધીકારીને ફરિયાદ કરતા, મુખ્ય ચૂંટણી અધીકારી શ્રી પી. ભારથીએ રાજકોટ કલેકટરને તપાસના આદેશો કર્યા છે.
દરમિયાન આ બાબતે આજે રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીએ ‘‘અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં ઉમેર્યું હતું કે, અમને પંચે તપાસ સોંપી છે, કાગળ આવ્યો છે, આ પત્રનો હજુ અભ્યાસ કર્યો નથી, આજે બપોર બાદ તપાસના કાગળ અંગે વિગતો જાણી, કેટલા સમયમાં તપાસનો રીપોર્ટ મોકલવો તે જાણ્યા બાદ અને જે તે જવાબદાર અધીકારીને તપાસ સોંપીશું, તેમ કલેકટરે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું. અત્રે એ ઉમેરવું જરૂરી કે ચૂંટણી પંચને થયેલ ફરીયાદમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહેલ છે અને તેમણે ધારાસભ્યને મળતા પગાર અને ભથ્થા લીધેલ છે. પરંતુ ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કરેલ સોગંદનામા મુજબ જયરાજસિંહ જાડેજા ઇન્કમટેક્ષ રીર્ટન ભરતા નથી. તેમની આવકનો સ્ત્રોત ફકત ખેતી બતાવેલ છે જે ખોટું છે. કારણ કે તેમણે ધારાસભ્યને મળતો પગાર લીધેલ છે. તેમનો સાચો પાના નં. AQIPJ0416H છે. તેમણે ઇન્કમટેક્ષની પાન નં. ની પ્રોફાઇલ ક્રીએટ કરેલ નથી. જેનો મતલબ એ થાય છે કે તેણે અત્યાર સુધી કોઇપણ ઓનલાઇન રીર્ટન ભરેલ નથી. ધારાસભ્યને મળતો પગાર ઇન્કમટેક્ષ ભરવાને પાત્ર છે તો તેમણે અત્યાર સુધીના કોઇપણ રીર્ટન ભરેલ નથી?
ધારાસભ્ય ગીતાબા એ પણ ડિસમ્બર ર૦૧૭ થી ધારાસભ્ય છે અને તેમણે પણ પગાર અને ભથ્થાઓ લીધેલ છે. નાણાંકીય વર્ષ ર૦૧૭-૧૮ ની વિગતમાં તેમણે NIL લખેલું છે. તેમણે પાર્ટ A માં લખેલ છે કે તેમણે રીર્ટન ભરેલું છે અને સન ર૦ર૧-રર સાલની આવક ૧૧,પ૮,૪૪૪/- છે અને પાર્ટ A માં લખેલું છે કે તેમની આવક નીલ છે. જે પોતાના સોગંદનામાની વિરૂધ્ધ છે. તેમની આવકનો સ્ત્રોત ફકત ખેતી દેખાડેલું છે જે ખોટું છે. કારણ કે તેમણે ધારાસભ્યને મળતો પગાર લીધેલો છે. તો હકીકતે તેમણે રીર્ટન ભરેલા છે કે નહીં એ વાત જણાવવી જોઇએ.
તેમના પુત્ર જયોતિરાદિત્યસિંહની નાણાકીય વર્ષ ર૦ર૧-રર માં ૬૩,ર૯,ર૭૯/- બતાવેલી છે. પરંતુ મિલકત તથા જવાબદારીના ખાનામાં નીલ લખેલ છે જે અશકય છે. તેઓ સરકારી કોન્ટ્રાકટ માટે પ્રખ્યાત રાજદીપ કન્ટ્રકશનમાં ભાગીદાર હતા. તો તે પેઢીમાંથી પરત આવેલ ભાગીદારની મૂડી પણ હોય, રોકડ, બેંક બેલેન્સ વગેરે....જેવી કોલ વિગત પણ હોય જે તેમણે આપેલ નથી. તેમણે પાર્ટ A માં સન ર૦ર૧-રર સાલની આવક ૬૪,ર૯,ર૭૯/- બતાવેલી છે. અને પાર્ટ B માં લખેલું છ.ે કે તેમની આવક નીલ છે. જે પોતાના જ સોગંદનામાની વિરૂદ્ધ છે, તેમ ઉમેરાયું છે.
(4:38 PM IST)










