તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
મનપામાં ૧૫ દિ'માં મિલ્કત વેરાની ૫૫.૭૭ કરોડની આવક
પ્રમાણીક કરતાદાઓએ તંત્રની તિજોરી કરી છલોછલ :૯૨,૩૧૮ કરદાતાઓને ૬.૨૦ કરોડનું વળતર અપાયુ : ૩૦ મે સુધી ૧૫ થી ૧૦ ટકા તથા ૧ જુન ૩૦ જુન સુધી ૫ થી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ મળશેઃ ઓનલાઇનથી ૩૭.૪૯ કરોડની આવક

રાજકોટ, તા.૨૪: મહાનગર પાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૪-૨૫ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઇ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તા.૮ એપ્રિલ ૨૦૨૪થી શરૂ થઇ છે ત્યારે આજે તા. ૨૪ સુધીમાં ૯૨,૩૧૮ પ્રમાણિક કરદાતાઓએ વેરો ભરી તંત્રની તિજોરોમાં ૫૫ થી વધુ કરોડ ઠાલવી દીધા છે.
આ અંગે મનપાના મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ મિલ્કતવેરો તથા પાણી વેરાની ભરપાઇ કરવા માટે તા. ૮ એપ્રિલના વેરો વસુલવાની કામગીરી શરૂ થયેલ છે. જેમા તા. ૨૪ એપ્રિલના બપોરે ૧૧ સુધીમાં કુલ ૯૨૩૧૮ કરદાતાઓ દ્વારા કુલ રૂ.૫૫.૭૭ કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) ૨૬૯૦૬ કરદાતાઓએ રૂ.૧૮.૨૮ કરોડ અને ઓન લાઇનના ૬૫૪૧૨ કરદાતાઓએ રૂ.૩૭.૪૯ કરોડની ભરપાઇ થયેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.૬.૨૦ કરોડનુંᅠ ડિસ્કાઉન્ટ આપેલ છે.
સને ૨૦૨૪-૨૫ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે. આ ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧% આપવામાં આવશે. તેમજ ૪૦% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશકત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલ્કતોને વિશેષ ૫% વળતર આપવામાં આવશે.
મિલ્કત વેરો કયાં ભરી શકાશે ?
*કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની
વેબસાઇટ www.rmc.gov.in ત્રણેય
ઝોન ઓફીસ
* તમામ સિટી સિવિક સેન્ટર
* તમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ
(4:55 PM IST)










