News of Wednesday, 24th April 2024
પરેશ ધાનાણીએ જસદણમાં રત્ન કલાકારો સાથે બેસીને હીરા ઘસ્યાઃ આજે રાજકોટમાં પરીભ્રમણ

રાજકોટ, તા., ૨૪: રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ અને ‘આપ'ના સંયુકત ઉમેદવાર પરેશભાઇ ધાનાણી રાજકોટ લોકસભા વિસ્તારના પ્રવાસે છે. ગઇકાલે તેઓએ જસદણની હીરા બજારમાં રત્ન કલાકારો સાથે હીરા ઘસ્યા હતા.
આજે સવારથી પરેશભાઇ ધાનાણી સ્વાભિમાન યુધ્ધ અંતર્ગત સવારે ૯.૩૦ થી ૧ર કલાક સુધી સ્કુટર રેલી સોરઠીયા વાડી બ્રીજ ૮૦ ફુટ રોડ રાજકોટ. સાંજે ૪ થી પ કલાક સુધી એનએસયુઆઇ મીટીંગ હેમગઢવી હોલ રાજકોટ.
સાંજે ૪.૩૦ થી ૭કલાક સુધી પદયાત્રા પ્રસ્થાન : ચુનારાવાડ ચોક (ભાવનગર રોડ) સમાપન.
રાત્રે ૮ કલાકે વોર્ડ નં. ૧-ર-૩ના કાર્યકર્તાઓ સાથે મીટીંગ.
રાત્રે ૯ થી ૧૦ કલાકે વિધાનસભા ૬૮ના વોર્ડ ઇન્ચાર્જ વોર્ડ પ્રમુખ તથા સંગઠનના આગેવાનો સાથે મીટીંગ. સ્થળઃ ગેલ આર્કેડ, ભાવનગર રોડ, પટેલ વાડી પાસે રાજકોટ ખાતે યોજાશે.
(4:43 PM IST)










