તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
ઠગ બેલડી સામે ૧ કરોડ ૮૬ લાખની વધુ ૨૦ કારની ઠગાઇના બે ગુના દાખલ થયા
કાનજી ઉર્ફ આકાશ ઉર્ફ અક્કી અને બિલાલ પહેલા ભાડુ નિયમીત ચુકવી કાર પાછી આપી વિશ્વાસ કેળવતા પછી કાર બારોબાર વેંચી કે ગીરવે આપી રોકડી કરી લેતાં :ત્રણ ગુનામાં ઠગાઇનો આંકડો ૩ કરોડ ૬૭ લાખ સુધી પહોંચ્યોઃ ૪૬ કાર ચાંઉ કરી ગયાઃ બંને ગઠીયા ક્રાઇમ બ્રાંચના સકંજામાં: છેતરપીંડીનો આંકડો હજુ પણ વધવાની શક્યતા

રાજકોટ તા. ૨૩: ભાડે કાર લઇને ભાડુ પણ ન ચુકવી કાર બારોબાર વેંચી નાખી કે ગીરવે મુકી દેઇ ભાડે આપનારાને ધૂંબો મારી દેવાના જબરા કોૈભાંડનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. રાજકોટ-જામનગરના બે શખ્સ વિરૂધ્ધ હાલ બે મહિના દરમિયાન ૧ કરોડ ૮૧ લાખની કુલ ૨૬ કાર ભાડેથી મેળવી પરત ન આપી ઠગાઇ કરવાનો ગુનો બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. દરમિયાન હવે તાલુકા અને ગાંધીગ્રામ પોલીસમાં વધુ બે ગુના નોંધાયા છે. જેમાં૧,૧૩,૦૦,૦૦૦ની ૧૩ કાર અને ૫૬ લાખની ૭ કાર ભાડે લઇ જઇ પાછી ન આપી ઠગાઇ કર્યાનું જણાવાયું છે. ઠગ બેલડી ક્રાઇમ બ્રાંચના સકંજામાં હોઇ તપાસમાં ઠગાઇનો આંકડો સતત વધી રહ્યો છે. ત્રણ ગુનામાં ૩ કરોડ ૫૦ લાખની ૪૬ કાર ઠગાઇથી લઇ ગયાનું સ્પષ્ટ થયું છે.
પ્રથમ બનાવમાં બી-ડિવીઝન પોલીસે રેલનગર-૨ જાનકી વાટીકા સોસાયટી-૨ બ્લોક નં. ૩૭માં રહેતાં પીન્ટુભાઇ રાજેશભાઇ ચાવડા (ઉ.વ.૨૭) નામના યુવાનની ફરિયાદ પરથી કોઠારીયા ગામ ખોડલધામ સોસાયટી-૨માં રહેતાં કાનજી ઉર્ફ આકાશ ઉર્ફ અક્કી ગોગનભાઇ પટેલ અને જામનગર હર્ષદ મીલની ચાલી સંજરી પાન પાછળ રહેતા બિલાલ હસનશા શાહમદાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. પીન્ટુભાઇ, તેમના મિત્ર અને કાર ભાડે આપવાનું કામ કરતાં વિપુલભાઇની મળી કુલ ૨૬ કાર કે જેની કિમત ૧ કરોડ ૮૧ લાખ ૫૦ હજાર થતી હતી તે કાનજી ઉર્ફ અક્કી અને બિલાલે ભાડે લઇ જઇ પાછી ન આપી ઠગાઇ કર્યાનો આરોપ મુકાયો હતો.
વધુ બે ગુના કાનજી ઉર્ફ આકાશ ઉર્ફ અક્કી અને બિલાલ વિરૂધ્ધ દાખલ થયા છે. જેમાં તાલુકા પોલીસે આજીડેમ ચોકડી સત્યમ પાર્ક-૧માં રહેતાં અને મવડી ચોકડી ખોડિયાર હોટેલ પાસે ચાની હોટેલે બેસી વેપાર કરતાં મનોજભાઇ શૈલેષભાઇ મુંધવા (ઉ.૨૬)ની ફરિયાદ પરથી આ બંને ગઠીયા વિરૂધ્ધ રૂા. ૧ કરોડ ૧૩ લાખની ૧૩ અલગ અલગ કાર ભાડેથી લઇ જઇ પાછી ન આપી ઠગાઇ કર્યાનું જણાવાયું છે. મનોજભાઇએ જણાવ્યું છે કે હું ચાના ધંધાની સાથે મિત્ર રેલનગરના વિજયસિંહ મોહનસિંહ વાઘેલા સાથે મળી સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે આપવાનું પણ કામ કરુ છું. અમારી પાસે છ કાર છે. જે અલગ અલગ લોકોના નામે રજીસ્ટર્ડ છે.
દોઢેક મનિા પહેલા મારા પાર્ટનર વિજયસ્ંિહ વાઘેલાનો કોન્ટેક્ટ કાનજી ઉર્ફ આકાશ ઉર્ફ અક્કી પટેલ સાથે થયો હતો. તે પણ કાર ભાડે આપવાનું કમા કરતો હોઇ ઓળખાણ થઇ હતી. એ પછી કાનજી ઉર્ફ અક્કીએ ભાડેથી કાર લઇ જવાનું અને સમયસર પરત કરી દેવાનું ચાલુ કરતાં તેના પર અમને વિશ્વાસ આવી ગયો હતો. કાનજીએ ગત ફેબ્રુઆરીમાં જામનગરના બિલાલ શાહમદાર નામની પાર્ટીને ગાડી ભાડે દેવાની છે તેમ કહી સ્કોર્પીયો રોજના ૪૩૦૦ના ભાડેથી લઇ ગયો હતો. તેનું પાંચ દિવસનું ભાડુ એડવાન્સ આપયુ઼ હતું. એ પછી અલગ અલગ દિવસે અમારી પાસેથી ક્રેટા, અર્ટીગા, સ્વીફટ, થાર, વરના સહિતની ૧૩ ગાડીઓ કુલ રૂા. ૧,૧૩,૦૦,૦૦૦ની લઇ જઇ પાછી આપી નહોતી. આ મામલે તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ પી. એચ. નાઇએ ગુનો નોંધ્યો છે.
જ્યારે ગાંધીગ્રામ પોલીસમાં પણ એક ગુનો નોંધાયો છે. જેમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લક્ષમણ ટાઉનશીપ બ્લોક ઇ-૪૦૩માં રહેતાં અને ટૂર ટ્રાવેલ્સનો ધંધો કરતાં રૂષિભાઇ હર્ષદભાઇ ઉનડકટ (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી બંને ગઠીયા વિરૂધ્ધ ભાડેથી કુલ રૂા. ૫૬ લાખની અલગ અલગ ૭ કાર લઇ જઇ પાછી ન આપી ઠગાઇ કર્યાનો ગુનો દાખલ થયો છે. છેલ્લા દોઢ મહિનામાં જ આ બંને આટલી કાર ભાડેથી લઇ ગયા હતાં. એ પછી ભાડુ પણ નહોતુ દીધુ અને કાર પણ બારોબાર વેંચી મારી કે ગીરવે મુકી દીધી હતી. ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, ઘનશ્યામભાઇ મેણીયા, નગીનભાઇ ડાંગર, પ્રદિપસિંહ, અમિતભાઇ અગ્રાવત સહિતની ટીમ વધુ તપાસ કરે છે. મોટા ભાગની કાર કબ્જે કરી લેવામાં આવી છે.
(4:46 PM IST)










