<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

જીરૂ અને ચણાની ખરીદી કરી રૂા. ૧૭.૬૬ લાખની છેતરપીંડીના ગુનામાં છ વર્ષથી ફરાર કનુ પકડાયો

ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્‍સ. હરદેવસિંહ રાઠોડ, સંજયભાઇ દાફડા અને વિજયરાજસિંહ જાડેજાની બાતમીઃ મોરબીથી મિત્ર સાથે ફીલ્‍મ જોવા રાજકોટ આવતા ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો

 

રાજકોટ તા. ર૪ :.. બેડી માર્કેટીંગ યાર્ડમાં સાવન ટ્રેડીંગ નામની પેઢીમાંથી રૂા. ૧૭.૬૬ લાખના જીરૂ અને ચણાની ખરીદી કરી જાળીયા ગામના વેપારી સાથે છેતરપીંડી આચરવાના ગુનામાં છ વર્ષથી ફરાર શખ્‍સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ બેડી માર્કેટીંગ યાર્ડમાં સાવન ટ્રેડીંગ નામની પેઢીમાં રૂા. ૧૭,૬૬,૦૪૭ ની કિંમતનું જીરૂ અને ચણાની ખરીદી કરી છેતરપીંડી કરી છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો કનુ ડાયાભાઇ પટેલ રાજકોટ આવ્‍યો હોવાની ક્રાઇમ બ્રાંચના એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્‍સ. હરદેવસિંહ રાઠોડ, સંજયભાઇ દાફડા અને વિજયરાજસિંહ જાડેજાને બાતમી મળતા સ્‍ટાફ સાથે કનુ ડાયાભાઇ પટેલ (ઉ.પ૪) (રહે. મોરબી પીપળી રોડ વનરાજભાઇના કારખાનામાં મૂળ રૂપુર તા. ચાણસ્‍મા, પાટણ)ન ને પકડી લીધો હતો.

કનુ પટેલ મોરબીથી રાજકોટ મિત્ર સાથે ફિલ્‍મ જોવા માટે આવતા ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો હતો. તે મોરબીમાં કારખાનામાં સીકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ કામગીરી પીઆઇ એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી. સી. સાકરીયા, એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, અશોક કલાલ, હેડ કોન્‍સ. હરદેવસિંહ રાઠોડ, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા દ્વારા કરવામાં આવી હતી

(5:02 PM IST)