News of Thursday, 25th April 2024
રૂપાલા કે ધાનાણી ગમે તે જીતે, અમરેલીને ૩ સંસદસભ્યો મળશે
જેનીબેન અને ભરત સુતરિયા અમરેલીના છે : રાજ્યસભામાં ચૂંટાયેલા ગોવિંદભાઇ ધોળકિયા પણ અમરેલી જિલ્લાના

રાજકોટ તા. ૨૫ : અમરેલીના બે ધુરંધરો શ્રી પરસોતમ રૂપાલા અને શ્રી પરેશ ધાનાણી રાજકોટમાં સામસામે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. બેમાંથી ગમે તે જીતે અમરેલી જિલ્લાને ૩ સાંસદો મેળવવાનું ગૌરવ મળશે. બંનેમાંથી કોઇપણ ચૂંટાય સત્તાવાર રીતે રાજકોટના પણ સબંધની રીતે અમરેલીના પણ સાંસદ ગણાશે. અમરેલી લોકસભા બેઠક પર ભાજપમાંથી ભરત સુતરિયા અને કોંગીમાંથી જેનીબેન ઠુંમર ચૂંટણી લડી રહ્યા છે. બેમાંથી જે વિજેતા બને તે અમરેલીના જ છે. રાજ્યસભામાં ચૂંટાયેલા ગોવિંદભાઇ ધોળકિયા અમરેલી જિલ્લાના લાઠીના વતની છે. આમ અમરેલી મતક્ષેત્રના સાંસદ, રાજકોટના સાંસદ અને રાજ્યસભાના સભ્ય મળી અમરેલી જિલ્લાને કુલ ૩ સાંસદો મળશે.
(4:38 PM IST)










