<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th April 2024

મનપા દ્વારા બાળકના હૃદયનું વિનામૂલ્‍યે સફળ ઓપરેશન

RBSK ટીમ દ્વારા SH-RBSK કાર્યક્રમ હેઠળ સફળતાપૂર્વક જન્‍મજાત હૃદયના કાણાનું નિદાન કરાવાયું

રાજકોટ,તા. ૨૫: શહેરમાં રેલનગરમાં રહેતા જન્‍મજાત બાળકના હૃદયમાં કાણુ જોવા મળતા મ્‍યુનિ. કોર્પોરેશનની આરબીએકે ટીમ દ્વારા વિનામૂલ્‍યે સફળતાપૂર્વક ઓપરેશન કરાયું હતું.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહેશભાઈ વાળા અને પ્રીયંકાબેન વાળા જે રેલનગર વિસ્‍તારમાં રહે છે તેમને ત્‍યાં પર્વરાજનો જન્‍મ તા.૧૦ નવેમ્‍બર ૨૦૨૩નાં થયેલ પરંતુ બાળકની હૃદયમાં કાણું હોવાનું ડોકટરો દ્વારા નિદાન કરવામાં આવેલ. નાના બાળકનાં હૃદયમાં કાણું હોવાનું માતા-પિતાને માલુમ પડતા જ શાળા આરોગ્‍ય કાર્યક્રમ તપાસણી દરમ્‍યાન સંતોષીનગર આંગણવાડીમાં તપાસ અર્થે આવેલᅠRBSKᅠટીમનાં ડોક્‍ટરશ્રીઓએ પર્વરાજને ઘરે જઈ તપાસીને માતા-પિતાને ઓપરેશન માટે સમજાવી યુ.એન.મહેતા. હોસ્‍પિટલ-અમદાવાદ ખાતે વિનામૂલ્‍યેᅠSH-RBSKᅠકાર્યક્રમ હેઠળ સફળતાપૂર્વક ઓપરેશન કરાવવામાં આવેલ છે. હાલ બાળકની સ્‍થિતિ સારી છે.

મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલ,નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય અધિકારીશ્રી ડો. જયેશકુમાર વકાણી,ᅠઆર.સી.એચ. ઓફિસરશ્રી ડો. લલિત વાંઝાની જહેમતથી સંદર્ભ સેવાઓની વ્‍યવસ્‍થા કરી યુ.એન.મહેતા. હોસ્‍પિટલ-અમદાવાદ ખાતે વિનામૂલ્‍યેᅠSH-RBSKᅠકાર્યક્રમ હેઠળ સફળતાપૂર્વક ઓપરેશન કરાવવામાં આવેલ છે.ᅠRBSKᅠઆરોગ્‍ય ટીમનાં ડો. રાજવી કાનાબાર અને ડો. વિશાલ વાછાણીનો બાળકના માતા-પિતા દ્વારા કામગીરી બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(4:39 PM IST)