<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th April 2024

કલેકટર કચેરીમાં જેનું ફોર્મ રદ્દ થયું તે અપક્ષ ઉમેદવારની ધમાલઃ દેકારો કરી મૂકયો મારૂં ફોર્મ રદ્દ કેમ કર્યું કારણ આપોઃ પોલીસ દોડી ગઇ

 

રાજકોટઃ રાજકોટ કલેકટર કચેરીમાં આજે જેનું ફોર્મ રદ્દ થયું તે અપક્ષ ઉમેદવાર સુભાષ પંડયાએ આજે ભારે ધમાલ મચાવી હતી, ભારે દેકારો કરી મૂકયો હતો, તે બીજા માળે દોડી ગયેલ અને મારૂં ફોર્મ રદ્દ કેમ કર્યું તે કારણ આપવા...મને કોઇ કારણ જણાવતું નથી તેવો દેકારો મચાવેલ, આ સમયે ચૂંટણી શાખામાં મામલતદાર ચૌહાણ આવી ગયા હતા, તેમણે તેમને કલેકટર પાસે મોકલતા, કલેકટરે આ અપક્ષ ઉમેદવારને ફરી ચૂંટણી શાખામાં એડી. કલેકટર શ્રી નારણ મૂછાર પાસે મોકલ્‍યા હતા, શ્રી મૂછારની ચેમ્‍બરમાં ભારે ગરમા ગરમી થઇ હતી, દરમિયાન દેકારો મચી જતા બંદોબસ્‍તમાં રહેલ પોલીસ દોડી આવી હતી અને ચૂંટણી શાખામાં લઇ ગઇ હતી.

(4:40 PM IST)