News of Thursday, 25th April 2024
૧૧ દીકરીઓના સમુહ લગ્નના લાભાર્થે યુવા સેના ટ્રસ્ટ દ્વારા તા. ૧ મે થી શ્રીમદ્દ ભાગવત કથા
શાસ્ત્રી પિયુષભાઇજીના વ્યાસાસને વિવિધ પ્રસંગો ઉજવાશેઃ પોથી નોંધણી

રાજકોટ તા. રપઃ યુવા સેના ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ૧૧ દિકરીઓના સમુહ લગ્નના લાભાર્થે આગામી તા. ૦૧-૦પ થી તા. ૭-૦પ સુધી શ્રીજી હેરીટેઝની સામે શ્રી શ્રી રવિશંકર સ્કુલ સામે, શિવ આરાધના સોસાયટી મેઇન રોડ, મારૂતી ચોક, બિગબજાર પાછળ, રાજકોટ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સંગીતમય શૈલીમાં પ્રખર ભાગવત આચાર્ય શાસ્ત્રી શ્રી પિયુષભાઇજી (રાજકોટ)ના વ્યાસાસને રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવવાાં આવશે.
કથાના મુખ્ય પાવન પ્રસંગો તા. ૦૧-૦પ ના સાંજે ૩-૩૦ કલાકે પોથીયાત્રા, તા. ૦૩-૦પ શુક્રવારે નૃસિંહ પ્રાગટય, તા. ૦૪-૦પ ના રોજ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ તેમજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તા. ૦પ-૦પ ના રોજ ગોવર્ધન લીલા ચરિત્ર, શ્રી કૃષ્ણ-રૂકમણી વિવાહ અને તા. ૬-૦પ ના રોજ તથા ૭-૦પ સુદામા ચરિત્ર અને પરિક્ષિત પ્રસંગો ઉજવાશે.
કથામાં મુખ્ય પોથી યજમાન બનવા તેમજ સ્વજનોના પિતૃ મોક્ષાર્થે પાટલા યજમાન બનવા ટ્રસ્ટ પ્રમુખ મો. ૯૯૧૩૩ ૧૦૧૦૦ નો સંપર્ક સાધવા વિનંતી કરાઇ છે.
તસ્વીરમાં સંસ્થાના પ્રધ્યુમનસિંહ ઝાલા, સભ્ય-કિશોરભાઇ વ્યાસ, શાસ્ત્રીજી-પિયુષભાઇ વ્યાસ, સભ્યો-કુલદીપભાઇ પરમાર, સોનલબેન વાછાણી, રમાબેન નિમાવત, તૃપ્તીબેન કુબાવત નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:41 PM IST)










