<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th April 2024

બહુજન મુક્‍તિ ચોરચા દ્વારા કાલે રેલી-સભા

વામન મેશ્રામ, કરણી સેનાના પ્રવેન્‍દ્રપ્રતાપસિંહ અને રાજ શેખાવત આવશે : વ્‍યવસ્‍થા પરિવર્તનની માંગ દેશવ્‍યાપી બનાવાશે : લોકસભાના ઉમેદવાર પ્રકાશ સિંધવને જીતાડવા કરાશે અપીલ

 

રાજકોટ તા. ૨૫ : રાષ્‍ટ્રીય પરિવર્તન મોરચો અને ભારત મુક્‍તિ મોરચા દ્વારા કાલે તા. ૨૬ ના શુક્રવારે રાજકોટમાં પરિવર્તન રેલી અને પરિવર્તન સભાનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બહુજન મુક્‍તિ પાર્ટીના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે વ્‍યવસ્‍થા પરિવર્તનની માંગ સાથે અમે ભારતભરમાં જન આંદોલનની તૈયારી કરી છે. તમામ વર્ગમાં ભાઇચારાની ભાવના સર્જવા સાથે વ્‍યવસ્‍થા પરિવર્તનની માંગણી બુલંદ કરાશે.

તેના ભાગરૂપે કાલે શુક્રવારે રાજકોટમાં રેલી યોજવામાં આવી છે. સાંજે ૪ કલાકે ડો. બાબા સાહેબ આંકેડકર પ્રતિમા, ડો. આંબેડકર બ્રીજથી મહાત્‍મા જયોતિબા ફુલે પ્રતિમા, જયુબેલી, ત્રિકોણબાગ, યાજ્ઞીક રોડ, ભક્‍તિનગર સ્‍ટેશન અન્‍ડરબ્રીજથી રાજનગર ચોક, ડો. આંબેડકર પ્રતિમા, નાના મવા સર્કલથી ૧૫૦ ફુટ રીંગરોડ, મવડી ચોક, આસ્‍થા ચોક, ડો. આંબેડકર પ્રતિમા, ૧૫૦ ફુટ રીંગરોડ, નાના મવા સર્કલ, ઇન્‍દિરા સર્કલ, રામાપીર સર્કલ થઇ રૈયાધાર પાસે પહોંચશે. જયાં સાંજે ૭ વાગ્‍યે આ રેલી પરિવર્તન સભામાં ફેરવાઇ  જશે.

ભારત મુક્‍તિ મોરચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વામન મેશ્રામની અધ્‍યક્ષતામાં યોજાનાર આ સભાનું ઉદ્દઘાટન બીએમપીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પ્રવેન્‍દ્ર પ્રતાપસિંહના હસ્‍તે કરાશે. મુખ્‍ય અતિથિ તરીકે કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ રાજ શેખાવતજી અને મહિલા કરણી સેનાના રાષ્‍ટ્રીયઅધ્‍યક્ષ સંગીતાબેન સિંઘ તેમજ બીએમપીના નિશાબેન મેશ્રામ, ગોવિંદભાઇ પરમાર ઉપસ્‍થિત રહેશે.

લોકસભા રાજકોટ ૧૦ ના ઉમેદવાર પ્રકાશ સિંધવને આ તકે સમર્થન જાહેર કરી તેમને જીતાડવા અપીલ કરાશે.

ભારતના લોકતંત્રને બચાવવા, બંધારણીય હકક અને અધિકારોની સુરક્ષા માટે બહુજન નાયકોની વિધારધારાને આગળ વધારવા આમ જનતાને તન, મન, ધનથી સહયોગ કરી આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રકાશભાઇ સિંધવ (મો.૮૨૦૦૮૬ ૮૮૩૨), દેવજીભાઇ બેડવા (મો.૯૭૧૪૪ ૩૫૧૬૫), ભરતભાઇ સોલંકી (મો.૯૬૬૨૮ ૫૨૧૪૫), ભીમજીભાઇ સિંધવ (મો.૯૩૭૪૮૨૪૧૮૪), જયંતીભાઇ ચાવડા, બાબુભાઇ પરમાર, ડોલેરા રણજીત, નિલેશ બથવાર, આર. પી. રાઠોડે અપીલ કરી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે રેલી અને સભાની વિગતો વર્ણવતા બહુજન મોરચાના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:44 PM IST)