તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Thursday, 25th April 2024
કલેકટરની પત્રકારોને ચેતવણીઃ હિટવેવ કે ચૂંટણીની આંકડાકીય બાબતે ખરાઇ કરી વિગતો લખોઃ નહીં તો લીગલ એકશન લેવા પડશે

કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અમુક પત્રકારોને ચેતવણી આપી હતી કે હિટવેવ કે ચૂંટણીને લગતી આંકડાકીય બાબતે તથા અન્ય કોઇ બાબતે ખરાઇ કરીને લખોઃ બંને પક્ષ પાસેથી વિગતો મેળવોઃ હિટવેવમાં ૭ર બેભાન થઇ ગયા તે એક ખોટી બાબત છે...પત્રકારો ખરાઇ કરે..નહીં તો ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ લીગલ એકશન લેવા પડશેઃ એક પેપરને તો અમે નોટીસ પણ આપી છે...જો કે બધા ખરાઇ નથી કરતા તેવું પણ કલેકટરે ઉમેર્યું હતું
(4:46 PM IST)










