<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

રાજકોટ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે કાલથી શાસ્ત્રી પૂ.રાધારમણ સ્વામીના વકતાપદે શ્રી મદ ભાગવત કથા પારાયણ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર,તા.૧ :  રાજકોટ શ્રી લક્ષ્મીનારાયણ દેવના પાવન સાનિધ્યમાં  પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી પ.ભ.શ્રી.રમણિકભાઈ હરિલાલભાઈ રાઠોડ તથા વિજયભાઈ રમણિકભાઈ રાઠોડ  પરિવાર દ્વારા અ.નિ. શારદાબેન રમણિકભાઈ રાઠોડની પુણ્ય સ્મૂતિમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે સપ્ત દીનાત્મક શ્રી મદ ભાગવત કથા પારાયણનું તા.૨-૫-૨૦૨૪ થી ૮-૫-૨૦૨૪ સુધી ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

કથાના વકતાપદે સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત કોઠારી શાસ્ત્રી સ્વામી પૂ. રાધારમણદાસજી સ્વામી વ્યાસપીઠીકા પર બિરાજીત થઈ સંગીતનાં સુરો સાથે કથામૃતનું રસપાન કરાવશે  ,આ પ્રસંગે વયોવૃદ્ધ કોઠારી પૂ.હરિચરણ દાસજી સ્વામી ,બાલાજી મંદિરના મહંત પૂ.વિવેકસાગર દાસજી સ્વામી , કોઠારી પૂ.મુનિવત્સલદાસજી સ્વામી , પૂ.ભકિત પ્રકાશ દાસજી સ્વામી ખીરસરા, પૂ.ભકત વત્સલ દાસજી સ્વામી, પૂ.આત્મજીવન સ્વામી, જામજોધપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.જગત પ્રકાશ સ્વામી, પૂ.ધર્મપ્રકાશદાસજી સ્વામી, જે.પી.સ્વામી, પૂ.વાસુદેવ સ્વામી સહિત ધામેધામથી સંતો મહંતો પધારશે અને રૂડા આશીર્વાદ પાઠવશે ,જેમાં આવતીકાલે ગુરુવારે ૪ કલાકે  પોથીયાત્રા , દીપ પ્રાગટય , કથા પ્રારંભ સાંજે ૪.૩૦ કલાકે, રવિવારે સાંજે ૫ કલાકે રામ જન્મોત્સવ, સાંજે ૬:૩૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તા.૭-૫-૨૦૨૪ , મંગળવારે ૬.૩૦ કલાકે રૂક્ષ્મણી વિવાહ સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે આ પાવન પ્રસંગે કથાનો  અલભ્ય લાભ લેવા પધારવા જણાવાયું છે.

(3:19 PM IST)