<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

ગણીવર્ય પૂ. અજીતચંદ્રસાગરજી મ.એ કર્યો સહષાાવધાનનો પ્રયોગઃ ઇતિહાસનું પુનરાવર્તન

આ પ્રયોગમાં શ્રોતામાંથી એક પછી એક ૧ હજાર વ્‍યકતીઓ અલગ-અલગ વસ્‍તુઓ, શબ્‍દો, આંકડા, પાત્રો, ચિત્રો વગેરે એકવાર દર્શાવી કે બોલી બેસી જાય છેઃ મુંબઇમાં મનની શકિત ઉજાગર થઇ

 

રાજકોટ તા.૧: આજે મુંબઇમાં ૬ સદી પહેલા બનેલી ઘટનાનું આ.તી.પુ.શ્રી નયચંદ્રસાગરસૂરિજી મ.ના સુશિયય ગણીવર્ય પુ.શ્રી અજીતચંદ્ર સાગરજી મ. એ સહષાાવધાનનો પ્રયોગ કરી પુનરાવર્તન કર્યુ છે. આ પ્રયોગમાં ૧ હજાર પ્રશ્‍નોના જવાબો ક્રમશઃ આપવામાં આવછે. જૈન ધર્મના પ્રખર અભ્‍યાસુ શ્રીમદ રાજચંદ્રજી શતાવધાની હતા. તેઓ એક સાથે ૧૦૦ વસ્‍તુઓ યાદ રાખી જવાબ આપ્‍યા હતા.

ગણીવર્ય પુ.અજીતચંદ્રસાગરજી મહારાજે ૨૦૦૮માં શતાવધાન(૧૦૦ પ્રશ્‍નો), ૨૦૧૨માં ૨૦૦ પ્રશ્‍નો અને ૨૦૧૮માં ૫૦૦ પ્રશ્‍નોના ક્રમબધ્‍ધ જવાબો આપવાનો સફળ પ્રયોગ કરી ચુકયા છે. હવે આજે તેઓએ સહષાાવધાન દ્વારા એક પછી એક હજાર પ્રશ્‍નોના ક્રમશઃ ઉતર આપવાના પ્રયોગ દ્વારા ઇતિહાસનું પુનરાવર્તન કર્યુ છે.

પુ.અજિતચંદ્ર સાગરજી મહારાજ ૧૦૦૦ શ્રોતાઓ દ્વારા કહેવામાં આવતી ગમે તે નંબરની વસ્‍તુ, ચિત્રો કે પાત્રો અંગે એક પણ નોટ, પેન, લેપટોપ કે કોમ્‍પ્‍યૂટરની મદદ વગર ક્રમબધ્‍ધ જવાબો આપ્‍યા હતા. પ્રયોગ મુજબ કોઈ મેથેમેટિકસના અટપટ્ટા આંકડા જણાવશે, કોઈ ઐતિહાસિક પાત્રો કોઇ ચિત્રો કે કોઇ કહેવતો કે અવતરણો માત્ર એક જ વાર બોલીને બેસી ગયા હતા. આવી એક હજાર માહિતી ભેગી થયા પછી કોને શું કહ્યું હતું અને કેટલા ક્રમની વ્‍યક્‍તિએ કઈ વાત કરી હતી તે મુની સડસળાટ જણાવ્‍યું હતું. કોમ્‍પ્‍યૂટરમાં આપણે કોઇ પણ માહિતી સેવ કરી શકીએ છીએ એવી જ શક્‍તિ સહષાાવધાની અજીતચંદ્ર સાગરજી મહારાજનું બ્રેઇન ધરાવે છે. વૈજ્ઞાનિક માન્‍યતા અનુસાર માનવીનું મન જે કંઈ જુએ, વાંચે, સાંભળે કે વિચારે તેનો પ્રથમ સંગ્રહ જ્ઞાન મનમાં થાય છે. ત્‍યાંથી અજ્ઞાત મન કે અને પછી પ્રજ્ઞા કે ચિંતન કે જોએલો કે સાંભળેલો પદાર્થ સ્‍થિર થાય છે. સાધક વ્‍યકિત જોએલી, વાંચેલી, સાંભળેલી અને વિચારેલી વસ્‍તુને ચિત્તથી આગળ વધારીને આત્‍મામાં સ્‍થિર કરે છે જેને જૈન ધર્મમાં અવધારણ કે યાદ રાખવું કહેવામાં આવે છે.

આચાર્ય ભગવંત પુ.શ્રી નયચંદ્રસાગર સૂરિજી મહારાજના કૃપાપાત્ર શિષ્‍ય ગણિવર્ય પુ.શ્રી અજીતચંદ્રસાગરજી મહારાજ સહષાાવધાન નો પ્રયોગ વરલી (મુંબઇ)માં સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍ટેડિયમ, એનએસસીઆઇ ઇન્‍ડોર સ્‍ટેડિયમ ખાતે યોજાયો હતો.

આજથી લગભગ ૬૩૦ વર્ષ પહેલા સહષાાવધાન કરવામાં આવેલ તેમ જૈનોના ઇતિહાસમાં જણાવાયું છે. આમ ૬૩૦ વર્ષ બાદ મુંબઇમાં સહષાાવધાનનો પ્રયોગ થયો છે.

ગણિવર્ય પૂ.શ્રી અજીતચંદ્રસાગરજી મહારાજને યુનિવર્સિટી ઓફ એઝટેક મેકિસકો દ્વારા ડોકટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. તેમનું નામ સૌથી ઝડપી વકતા તરીકે ગીનેસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં નોંધાયેલુ છે.

આ.ભ.પૂ.શ્રી નયચંદ્રસાગરસુરિજી મહારાજે અત્‍યાર સુધીમાં ૮ શિષ્‍યોને પ્રશિક્ષિત કર્યા છે. અને આ દિશામાં આગળ વધી સાધના, ગહન તપસ્‍યા, આગળ શાષાો વગેરેને એક સમર્થ ગુરૂના માર્ગદર્શન હેઠળ યાદ રાખવાનું પરિણામ છે.

આજના ડિઝીટલ માધ્‍યમો દ્વારા આગામી દસ વર્ષમાં ૧૦ લાખ વિદ્યાર્થીઓને સરસ્‍વતી સાધના કરાવવાનું લક્ષ્ય છે. તેનાથી લાખો વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી શકશે. વિના પ્રયાસે તેમના આઇ કયુમાં વધારો થશે તથા તેમનું બૌધ્‍ધિક અને નૈતિક માળખુ મજબુત થશે.

સહષાાવધાન એટલે શું

સામાન્‍ય રીતે આપણે પોતાની મગજ શકિતનો લગભગ ૫ થી ૧૦ ટકાનો જ ઉપયોગ કરીએ છીએ. સહષા એટલે હજાર અને અવધાન એટલે રેન્‍ડમ શબ્‍દો, વાક્‍યો, ઓબજેક્‍ટસ, ગાણિતીક કોયડાઓ, સ્‍પર્શ ઉત્તેજના, ચિત્રો, વિદેશી ભાષાના શબ્‍દો, શ્‍લોક વગેરે સાંભળવાની જોવાની, અનુભૂતિ કરવાની ક્ષમતા આ બધુ રેન્‍ડમ પ્રેક્ષકો દ્વારા કમશઃ બોલવામાં / બતાવવામાં આવે છે અને પછી પહેલાથી છેલ્લા, છેલ્લાથી પહેલા અથવા રેન્‍ડમમાં જણાવાય છે.

ગણી મુનિસુંદરજીએ ૬૩૦ વર્ષ પહેલા ૧ હજાર પ્રશ્નોના જવાબ આપેલ

જૈન ઇતિહાસ મુજબ સંતિકારસ્ત્રોતના રચયિતા ગણી મુનિસુંદરજી મહારાજે રાજાના દરબારમાં ૧ હજાર પ્રશ્નોના જવાબ આપ્‍યા હતાં. ત્‍યારબાદ અત્‍યાર સુધીમાં સહષાાવધાનનો આજે મુંબઇ ખાતે ગણીવર્ય પૂ. અજીતચંદ્ર મહારાજ દ્વારા પ્રયોગ કરવામાં આવ્‍યો હતો.

મુનીઓ માટે આગમોનું પઠન અને શબ્‍દો જ પાવર બને છેઃ પૂ. અજીતચંદ્રસાગરજી

ગણીવર્ય પૂ. અજીતચંદ્રસાગરજી જણાવેલ કે, મુનિઓ માટે બહારની દુનિયાદારીની વાતોના સ્‍થાને ધાર્મિક અભ્‍યાસ, આગમોનું પઠન અને આગમના શબ્‍દો જ પાવર બને છે. મેં નાની ઉંમરે દિક્ષા લઇને સંયમમાર્ગ અપનાવ્‍યો હતો. દિવાલ સામે મોં રાખીને ધાર્મિક શ્‍લોકો કંઠસ્‍થ કરતા હતા ત્‍યારે ગુરૂશ્રી નયચંદ્રસાગર મહારાજે ૩ દિવસ મૌન રહેવાની વાત કરી હતી. ત્‍યાર પછી મૌનનો મહિમા સમજાઇ જવાથી સળંગ ૮ વર્ષ મૌન પાળ્‍યું હતું. આ મૌન પાળવાથી જ બ્રેઇનની શકિતઓ વિકસી હોવાનો અનુભવ થવા લાગ્‍યો હતો. મૌન, સાધના અને યોગના બળથી આંતર શકિતઓ વિકસે છે.

(3:33 PM IST)