News of Wednesday, 1st May 2024
૧૬ વર્ષની બાળાને સગીરે પ્રેમજાળમાં ફસાવી આઠે વખત દૂષ્કર્મ આચર્યુ
આજીડેમ પોલીસને જાણ થતાં બળાત્કાર-પોકસો હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧: દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે પહોંચી છે. જેમાં એક સગીરાને એક સગીરે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ અનેક વખત દૂષ્કર્મ આચરી લીધાના આરોપ સાથે આજીડેમ પોલીસમાં ગુનો દાખલ થયો છે.
જાણવા મળ્યા મુજબ શહેરની ભાગોળે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી સગીર વયના પ્રેમીએ અનેક વખત દુષ્કર્મ આચરી લેતાં આ અંગે પોલીસે સગીર વિરૂધ્ધ આઇપીસી ૩૭૬, ૩૭૬ (૨), (જે) (એન) અને પોકસોની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સગીર અને સગીરા પહેલા મોબાઈલ પર વાતચીત કરતાં હતાં. ત્યારબાદ સગીર વયના તરૂણે સગીરાને બહાર બોલાવી મળવાનું શરૂ કર્યુ હતું. એક દિવસ સગીરાની ઘરે કોઇ નહોતું ત્યારે તે ત્યાં ધસી ગયો હતો અને સગીરાની સાથે શરીરસંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ શરીરસંબંધની ના કહેતા લગ્ન કરવાની વાતો કરી બળજબરી આચરી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
દરમિયાન આ વાતની જાણ થોડા દિવસ પહેલા સગીરાના પરિવારને થતાં તેમણે તેણીને વિશ્વાસમાંલઇ પૃછા કરતાં તેણીએ પોતાની સાથે અનેક વખત બળજબરી થયાનું જણાવતાં થોડા દિવસ પૂર્વે સગીર શખ્સના કરતૂતોની સગીરાના પરિવારજનોને જાણ થતાં તેમણે સગીરાને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતાં સગીરાએ આપવીતી વર્ણવી હતી. સગીરવયની પુત્રી સાથે સાતથી આઠ વખત દૂષ્કર્મ આચરાયાની વિગતો જાણી પરિવારજનો ચોંકી ગયા હતાં. આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ. બી. જાડેજા, શૈલેષપરી ગોસ્વામી સહિતએ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
(3:54 PM IST)










