<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

કાલે રાજકોટ બેઠકનું મતદાન : રૂપાલા - ધાનાણી વચ્‍ચે જંગ

૨૦૩૬ મતદાન મથકો : ૨૧ લાખ ૧૨ હજાર મતદારો : ૧૦૦૦થી વધુ સંવેદનશીલ મતદાન મથકો : ૧૦૧૮ બૂથનું લાઇવ પ્રસારણ : સવારે ૧૧-૧૨ વાગ્‍યાથી ચૂંટણી સ્‍ટાફ રવાના : મહેસૂલ - પોલીસ તંત્ર હાઇએલર્ટ : ૪૨ હજારથી વધુ મતદારો પહેલી વખત મતદાન કરશે : ૩૯૦ શતાયુ મતદારો : ૮૦થી વધુ ઉંમરના ૪૪ હજાર મતદારો : કુલ ૧૦ લાખ ૯૩ હજાર પુરૂષ તો ૧૦ લાખ ૧૮ હજાર મહિલા મતદારો : કુલ ૯ ઉમેદવારો મેદાનમાં : કલેકટરશ્રી પ્રભવ જોષીના સીધા સુપરવિઝન : - માર્ગદર્શન હેઠળ ત્રણ એડી. કલેકટરો - તમામ પ્રાંત - ડે.કલેકટરો - ૧૪ હજારથી વધુનો ચૂંટણી સ્‍ટાફ સાબદો : ધમધમાટ

રાજકોટ તા. ૬ :

ગેટ... સેટ... ગો...

રાજકોટ લોકસભા બેઠકનું આવતીકાલે જડબેસલાક સુરક્ષા - અર્ધલશ્‍કરી દળો - પોલીસ પહેરા હેઠળ સવારે ૭ વાગ્‍યાથી મતદાન શરૂ થઇ જશે, જે સાંજે ૬ સુધી ચાલશે, રાજકોટ બેઠક ઉપર ભાજપ - કોંગ્રેસ - બસપા અને ૬ અપક્ષ સહિત કુલ ૯ ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ ખરો જંગ ભાજપના પરષોતમ રૂપાલા તથા કોંગ્રેસના પરેશભાઇ ધાનાણી વચ્‍ચે રહેશે, ચૂંટણી સંદર્ભે રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીના સીધા સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ ત્રણ એડી. કલેકટરો - તમામ પ્રાંત - ડે.કલેકટરો - પીઆરઓ - મામલતદારો તથા ૧૪ હજારથી વધુનો મહેસૂલ અને અન્‍ય કચેરીનો સ્‍ટાફ સાબદા બની ગયા છે, ભારે ધમધમાટ પ્રવર્તી રહ્યો છે.

રાજકોટ બેઠક ઉપર કુલ ૨૦૩૬ મતદાન મથકો છે, જેમાં ૧ હજારથી વધુ સંવેદનશીલ જાહેર થયા છે, ૧૦૧૮ બુથનું લાઇવ પ્રસારણ થશે અને તેનો કંટ્રોલરૂમ કલેકટર કચેરીના ત્રીજા માળે રહેશે.

આજે સવારે દરેક ડીસ્‍પેચીંગ - રિસીવીંગ સેન્‍ટર ઉપરથી ૧૧-૧૨ વાગ્‍યાથી ચૂંટણી સ્‍ટાફ રવાના થયો છે, મહેસૂલ - પોલીસ તંત્ર હાઇએલર્ટ છે, ૪૨ હજારથી વધુ મતદારો રાજકોટ બેઠક ઉપર પ્રથમ વખત મતદાન કરશે, ૩૯૦ જેટલા શતાયુ મતદારો છે, ૮૦થી વધુ ઉંમરના ૪૪ હજાર, મતદારો છે, કુલ ૨૧ લાખ ૧૨ હજાર મતદારોમાંથી ૧૦ લાખ ૯૩ હજાર પુરૂષ તો ૧૦ લાખ ૧૮ હજારસ્ત્રી મતદારો જાહેર થયા છે.

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે કાલે મતદાન થવા જઈ રહ્યું છે, ત્‍યારે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્‍યા પ્રમાણે રાજકોટ લોકસભા મત વિસ્‍તારમાં ૨૧,૧૨,૨૭૩ મતદારો છે.

રાજકોટ લોકસભા બેઠકમાં કુલ ૧૦,૯૩,૬૨૬ પુરુષ મતદારો નોંધાયા છે, જયારે ૧૦,૧૮,૬૧૧ મહિલા મતદારો છે. જયારે થર્ડ જેન્‍ડર મતદારોની સંખ્‍યા ૩૬ છે.

આ ઉપરાંત ૪૫૩ સર્વિસ વોટર્સ છે, જયારે દિવ્‍યાંગ મતદારોની સંખ્‍યા ૧૨,૬૭૪ અને ઓવરસીઝ મતદારો ૧૫ જેટલા છે.

બુઝુ્ર્‌ગ મતદારની વાત કરીએ, તો ૮૫થી વધુની વયના ૧૮,૯૪૧ છે, જયારે આયુની શતાબ્‍દિ પૂરી કરી હોય તેવા મતદારોની સંખ્‍યા ૩૯૦ જેટલી છે.

વયજૂથ પ્રમાણે મતદારો જોઈએ તો, રાજકોટ લોકસભા બેઠક પર પહેલીવાર મતદાન કરનારા યુવા મતદારો એટલે કે ૧૮થી ૧૯ વયના મતદારોની સંખ્‍યા ૪૨,૭૭૭ જેટલી છે. જયારે ૨૦થી ૨૯ વયના મતદારો ૪,૦૭,૦૮૦ જેટલા છે.

૩૦થી ૩૯ વય જૂથના મતદારો ૫,૦૧,૬૩૦ જેટલી છે, જે તમામ વયજૂથમાં સૌથી વધુ છે. જયારે ૪૦થી ૪૯ વયના મતદારો ૪,૪૯,૫૨૯ જેટલા છે. ૫૦થી ૫૯ વયના મતદારોની સંખ્‍યા ૩,૩૨,૪૬૭ જેટલી છે. ૬૦થી ૬૯ વયના મતદારો ૨,૨૪,૪૭૫ જેટલા છે. ૭૦થી ૭૯ વયના મતદારો ૧,૧૦,૧૦૪ જેટલા છે. જયારે ૮૦થી વધુ વયના મતદારો ૪૪,૨૧૧ જેટલા છે, રાજકોટ બેઠક ઉપર કુલ ૯ ઉમેદવારો મેદાનમાં છે.(૨૧.૬)

રાજકોટમાં આ ૯ ઉમેદવાર વચ્‍ચે ચૂંટણી જંગ

ઉમેદવાર                 પક્ષ

પુરૂષોતમ રૂપાલા         ભારતીય જનતા પાર્ટી

પરેશ ધાનાણી            ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ

ચમન સવસાણી          બહુજન સમાજ પાર્ટી

પ્રકાશ સિંધવ             અપક્ષ

ભાવેશ આચાર્ય           અપક્ષ

નયનકુમાર ઝાલા        અપક્ષ

નિરલ અજાગીયા         અપક્ષ

જીગ્નેશ લુહાર            અપક્ષ

ભાવેશ પીપળીયા        અપક્ષ

વિધાનસભા બેઠક

વાઇઝ કેટલા બૂથ

બેઠક            બૂથ

ટંકારા           ૧૯૧

વાંકાનેર        ૩૦૩

રાજકોટ પૂર્વ    ર૬૪

રાજકોટ પヘમિ ૩૧૦

રાજકોટ દક્ષિણ રર૮

રાજકોટ રૂરલ   ૩૮૧

જસદણ          રપ૯

રાજકોટ લોકસભામાં કઇ વિધાનસભા

બેઠકમાં કેટલા-મતદારો રહેશે

વિધાનસભા પુરૂષ          સ્ત્રી       અન્‍ય કુલ

મતવિભાગ

૬૬-ટંકારા    ૧ર૯૯૮પ     ૧રર૩૭૦   ૦     રપર૩પપ

૬૭-વાંકાનેર                ૧૪૮૪ર૧   ૧૩૯૧૩૬   ર       ર૮૭પપ૯

૬૮-રાજકોટ ૧પ૯પ૭પ    ૧૪૪૩૧૩    ૯     ૩૦૩૮૯૭

૬૯-રાજકોટ ૧૮૩૧૮૩       ૧૭૮૧૦ર   ૪     ૩૬૧ર૮૯

૭૦-રાજકોટ ૧૩૩૦૦પ     ૧રપ૬૩૯   ૧૩    રપ૮૬પ૭

૭૧-રાજકોટ ર૦ર૬૪૯     ૧૮૩૦ર૪   ૮     ૩૮પ૬૮૧

૭ર-જસદણ ૧૩૬૮૦૮      ૧ર૬૦ર૭   ૦     ર૬ર૮૩પ

કુલ     ૧૦૯૩૬ર૬       ૧૦૧૮૬૧૧       ૩૬      ર૧૧રર૭૩      

મતદારો ૧રમાંથી કોઇપણ એક આઇડી પ્રુફ આપી મતદાન કરી શકશે : ચૂંટણી પંચની સૂચના

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠક ઉપર બૂથો ઉપર મતદાન કરવા જતા મતદારોને ૧રમાંથી કોઇપણ એક આઇડી પ્રુઃ સાથે રાખી મતદાન કરી શકશે તેમ ચૂંટણી પંચે જાહેર કર્યુ છે. આ ૧ર આઇડી પ્રુફ આ મુજબ છે.

*  મતદાર ઓળખપત્ર કાર્ડ

*  આધાર કાર્ડ

*  પાનકાર્ડ

*  યુડી આઇ ડી કાર્ડ

*  સર્વિસ આઇડેન્‍ટી કાર્ડ

*  બેન્‍ક-પોસ્‍ટ ઓફીસની પોતાના ફોટાવાળી પાસ બુક

*  હેલ્‍થ ઇન્‍સ્‍યુરન્‍સ સ્‍માર્ટ કાર્ડ

*  ડ્રાઇવીંગ લાયસન્‍સ

* પાસપોર્ટ

*  સ્‍માર્ટ કાર્ડ

*  પેનશન ડોકયુમેન્‍ટ

* ઓફીસ આઇડેન્‍ટીકાર્ડ જે સાંસદ-ધારાસભ્‍યને એલોટ થયા હોય તે

*       મનરેગા જોબ કાર્ડ

(4:25 PM IST)