<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

રાજકોટ ગ્રામ્‍ય-જીલ્લામાં આવતીકાલે શાંતિપુર્ણ મતદાન થાય તે માટે ૩૦૦૦નો પોલીસ બંદોબસ્‍ત

રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડના નેજા હેઠળ એએસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, હોમગાર્ડ, જીઆરડી-એસઆરપી, સીપીએફની ટુકડીઓ સતત નજર રાખશે ૧૦૦ ટકા મતદાન કરવા પોલીસ અધિકારીઓ, જે તે પોલીસ ઇન્‍સ્‍પેકટ દ્વારા સમજ આપવામાં આવી

રાજકોટ તા. ૬: આવતીકાલે લોકસભાની ચૂંટણી અંતર્ગત રાજકોટ જીલ્લામાં તમામ મતદાન મથકો પર શાંતિપુર્ણ રીતે મતદાન થાય અને કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે રૂરલ એસીપી જયપાલસિંહ રાઠોડના નેજા હેઠળ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. ત્રણ હજારથી વધુનો પોલીસ સ્‍ટાફ ચુંટણી અંતર્ગત ફરજ બજાવશે.

જાણવા મળ્‍યા મુજબ આવતીકાલે રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં એસપી જયપાલસિંહ રાઠોડના નેજા તળે ૦૧ એએસપી, ૦૪ ડીવાયએસપી, ૧૯ પીઆઇ, ૫૮ પીએસઆઇ, ૧૨૮૬ એએસઆઇ, હેડકોન્‍સ્‍ટેબલ, કોન્‍સ્‍ટેબલ ફરજ બજાવશે. સાથે ૧૫૫૭ હોમગાર્ડ અને જીઆરડીના જવાનો, ૭૫ એસઆરપી, ૮ સીએપીએફ કંપનીઓ બંદોબસ્‍તમાં કાર્યરત રહેશે.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના નાયબ પોલીસ  મહાનિરિક્ષક અને નાયબ પોલીસ અધિકારીઓ તથા તમામ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ દ્વારા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના સમગ્ર વિસ્‍તારના શહેર-ગામોની મુલાકાત કરી મતદારોને ૧૦૦ ટકા મતદાન કરવા પણ સમજ અપાઇ હતી. કાયદો વ્‍યવસ્‍થાને પહોંચી વળવા જીલ્લા પોલીસે સક્ષમ અને પુરતો બંદોબસ્‍ત ગોઠવ્‍યો છે. મતદારો શાંતિપુર્ણ રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ સતત કાર્યરત હોવાનું જણાવાયું હતું.

(1:44 PM IST)