<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

મતદાનની પૂર્વસંધ્‍યાએ પરસોતમભાઇ હળવા મૂડમાં

રાજદીપસિંહ જાડેજાને જન્‍મ દિનની શુભેચ્‍છા પાઠવી

રાજકોટ : શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા (વાવડી) નો આજે  જન્‍મદિવસ હોય ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા ઘ્‍વારા લોકસભા મઘ્‍યસ્‍થ કાર્યાલય ખાતે રાજદિપસિંહ જાડેજાને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવવામાં આવેલ હતી. આ તકે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપાઘ્‍યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્‍વીન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્‍દ્રસિહં ઝાલા, સૌરાષ્‍ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ગુજરાત મ્‍યુનીસીપલ ફાઈનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:17 PM IST)