News of Monday, 6th May 2024
પોતાના મતનુ મુલ્ય સમજીને મતદાન કરવા રામભાઇ મોકરીયાની અપીલ

રાજકોટ તા. ૬: કાલે સમગ્ર ગુજરાતમાં સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી મતદાન થવાનું છે ત્યારે દરેક મતદારોને પોતાનો મત આપીને દેશની લોકશાહીને મજબુત કરવાનો અનેરો અવસર છે. ત્યારે દરેક મતદારોએ હવે જાગૃત થઇને પોતાનો કિંમતી અને પવિત્ર મત અવશ્ય આપવો જોઇએ. વિશ્વમાં સૌથી મોટી લોકશાહીનો દેશ હોય તો એક માત્ર ભારત દેશ છે.
ત્યારે આ વિશ્વની સૌથી મોટી લોકશાહીના દેશમાં ૧૮મી લોકસભાનું મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે આપણા ગુજરાતમાં તારીખ ૦૭ ના દરેક મતદારને હું અપીલ કરૂં છું કે પોતાનો પવિત્ર અને કિંમતી મત આપી પોતાના મતનું મુલ્ય સમજે અને અવશ્ય ૧૦૦ ટકા મતદાન થાય તેવી રાજયસભાનાં સાંસદ રામભાઇ મોકરીયાએ તમામ મતદારોને નમ્ર અપીલ કરી છે
(4:52 PM IST)










