News of Monday, 6th May 2024
રાજકોટ સીટી પ્રાંત-૧ ચાંદની પરમારે સૌરાષ્ટ્ર નંબર વન ‘હેરીટેજ' મતદાન બનાવ્યું

રાજકોટ : આ વખતે ચુંટણી પંચે દરેક વિધાનસભા બેઠકમાં એક મતદાન મથક થીમ આધારીત બનાવવાની સુચના આપી છે, તે મુજબ રાજકોટ સીટી પ્રાંત-૧શ્રી ચાંદની પરમારે ડીઝાઇનર કુંજલ પટેલ તથા ક્રિષ્ણા કથીરીયા અને ટીમની મદદ લઇ સૌરાષ્ટ્ર નંબર વન હેરીટેજ થીમ ઉપર રાજકોટમાં મતદાન મથક ઉભુ કરી ચાર ચાંદ લગાવી દીધા છે. આ બથુમાં રાણીની વાવ, હવા મહેલ, ટીપીકલ કાઠીયાવાડી કિલ્લાબંધી, સ્નફ ભરતકામ, મધવર્ક, અગરખપ્રિય કઠપૂતળી વિગેરે ઉભા કરી મતકુટીરો બનાવી અદભુત કામ કર્યુ છે. આ મતદાન મથક મોડલ પોલીંગ સ્ટેશન બુથ નં.૧૬ર, શ્રધ્ધા પ્રાયમરી સ્કુલ - પીડીએમ પાસે ઉભુ કરાયાનું સીટી પ્રાંત-૧ શ્રી ચાંદની પરમારે ‘‘અકિલા''ને જણાવ્યું હતું કે આ મોડલ મથક ઉભુ કરવા અંગે શિરેસ્તેદારશ્રી ભાલાણી તથા અન્ય સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(3:26 PM IST)










