News of Monday, 6th May 2024
બેલેટ પેપરમાં ફોર્મ નં. ૧૨ ભરનાર રાજકોટના ૪૦ પોલીસ કર્મચારીઓ મતદાનથી વંચિત
પ્રાંત-મામલતદારોને રજુઆતઃ મતદાન કરવા ગયા તો બેલેટ પેપરની યાદીમાં નામ ગાયબ..

રાજકોટ તા.૬: ચૂંટણીમા ફરજ બજાવતા કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કરવાનું હતું જેમાં ૪૦ જેટલા કર્મચારીઓ ૧૨ નંબરનું ફોર્મ ભરીને આપ્યું હતું તેમાંથી કેટલાક કર્મચારીઓ રૂબરૂ દેવા ગયા હોવા છતાં પણ મતદાન દેવાથી વંચિત રહ્યા હતા.
રાજકોટમાં સરકારી કર્મચારીઓ એ ચુટણીની કામગીરી કરવાની છે તેવા તમામ કર્મચારીઓનુ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી હેઠળની એસ.ઓ.જી.ક્રાઈમ બ્રાંચ તથા એલ.સી.બી.ના ૪૦ જેટલા પોલીસ કર્મચારીઓ કે જેમણે મતદાન કરવા માટે ૧૨ નંબરનું ફોર્મ ભર્યું હતું તેમ છતા પણ બેલેટ પેપર ની યાદીમાંથી આ તમામ પોલીસ કર્મચારીઓના નામ ગાયબ થઈ ગયા હતા. આ બાબતે ઉપરોક્ત કર્મચારીઓ દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
(3:38 PM IST)










