News of Monday, 6th May 2024
કાલે મતદાનના દિવસે ભાજપ લીગલ સેલના ૧૦૦ વકીલોની ફોજ ખડે પગે રહેશે
રાજકોટ, તા.૬: મતદાનના દિવસે સમગ્ર લોકસભા વિસ્તાર માટે ભાજપ લીગલ સેલની ૧૦૦ વકીલોની ફોજ ખડેપગે રહેશે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

રાજકોટ લોકસભાના મધ્યસ્થ કાર્યાલયે પ્રદેશ સહ કન્વીનર અનિલ દેસાઈ તથા શહેર કન્વીનર પિયુષ શાહની આગેવાનીમાં વકીલો ફરિયાદ નિવારણની કામગીરી સંભાળશે.
આગામી ૧૦ લોકસભાના મતદાનના દિવસે રાજકોટ શહેર ભાજપ લીગલ
સેલની ટીમ મધ્યસ્થ કાર્યાલયમાં સતત ચૂંટણીની ફરિયાદોના નિવારણ માટે તેમજ ભાંગફોડીયા તત્વોને ભરી પીવા કાર્યરત રહેશે. ૭ મેના રોજ ચૂંટણીના દિવસે એડવોકેટની ફોજ તૈયાર કરવામાં આવી છે જેમાં મુખ્ય સંકલનકર્તા અનિલભાઈ દેસાઈ, પિયુષ શાહ, રક્ષિત કલોલા, કમલેશ ડોડીયા, સી.એચ. પટેલ, આબિદ સોસન તેમજ ડો. જીજ્ઞેશ જોશીના માર્ગદર્શન નીચે રાજકોટ ૬૮ પૂર્વ વિધાનસભાના વોર્ડ નંબર ૪,૫,૬ માં એડવોકેટ રાકેશ ગોસ્વામી વોર્ડ નંબર ૧૫,૧૬ માં એડવોકેટ શૈલેષ વ્યાસ, રાજકોટ ૬૯ પશ્વિમ વોર્ડ નંબર ૧,૨,૩ અંશભાઈ ભારદ્વાજ તથા દિલસુખ રાઠોડ વોર્ડ નંબર ૮, ૯,૧૦ મુકેશભાઈ પીપળીયા રાજકોટ ૭૦ દક્ષેણના વોર્ડ નંબર ૭,૧૩ પારસ શેઠ, વોર્ડ ૧૪,૧૭ જસ્મીન ગઢીયા, રાજકોટ ૭૧ ગ્રામ્યના વોર્ડ નંબર ૧૧, ૧૨,૧૮ રાહુલ મકવાણા, લોધીકા તાલુકામાં જીતેન્દ્ર પારેખ, કોટડા સાંગાણી તાલુકામાં નીવિદ પારેખ, રાજકોટ તાલુકાની જિલ્લા પંચાયતની બે બેઠક માટે મનીષ દવે જ્યારે જસદણ શહેરમાં દિલેશ શાહ, જસદણ તાલુકામાં ધર્મેશ સખિયા, વિંછીયા તાલુકામાં જીતેન્દ્રગીરી ગોસ્વામી, ટંકારા તાલુકામાં અભિષેક શુક્લ પડધરી તાલુકામાં મહેશ સખીયા, મોરબી તાલુકામાં અજયભાઈ જોશી, વાંકાનેર શહેરમાં નિલેશ પટેલ તથા પિયુશ સખીયા, વાંકાનેર તાલુકામાં યશ ચોલેરા, રાજકોટ તાલુકાની ૪ જિલ્લા પંચાયતમાં જીતેશ રાઠોડ વગેરે એડવોકેટ્સને ફરિયાદ અંગેની જવાબદારીઓ સોંપવામાં આવેલી છે તેમજ તાત્કાલિક કોઈ બનાવ બને તો ત્યાં રૂબરૂ જઈને પણ પ્રશ્નોના કે ફરિયાદના નિવારણ માટે એમ કુલ મળી ૧૦૦
એડવોકટ્સ મતદાનના દિવસે સવારના ૭ વાગ્યાથી લોકસભા મધ્યસ્થ કાર્યાલય, રૈયા ટેલિફોન એક્સચેન્જ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર હાજર રહી ફરિયાદના નિવારણ અંગેની કામગીરી સંભાળશે.
સમગ્ર લોકસભા વિસ્તારના મુખ્ય આગેવાનો જેવા કે, વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીઓ તેમજ શક્તિકેન્દ્રના ઈન્ચાર્જ તેમજ તાલુકા તેમજ જિલ્લા ભાજપના આગેવાનો તેમજ તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ મંડળના પ્રમુખો, પ્રભારીઓ તેમજ મુખ્ય કાર્યકર્તાઓ ઉપર જણાવેલ એડવોકેટ સાથે સંકલન કરી ફરિયાદોનું નિવારણ કરશે.(
(5:00 PM IST)










