<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા મતદારોને રાજુભાઇ ધ્રુવની અપીલ તમારા એક મતથી રાજકોટ -સૌરાષ્‍ટ્રના વિકાસ કાર્યોને પ્રોત્‍સાહન મળશે : સુખાકારી વધશે : રાજુભાઇ ધ્રુવ

 

રાજકોટ : ૭ મે એટલે કે આવતીકાલે મંગળવારે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દિવસ નિમિત્તે તમામ મતદાતાઓને મોટી સંખ્‍યામાં મતદાન માટે ઉમટી પડવા સૌરાષ્‍ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્‍યું હતું. કે જો પાલિકાથી લઇ પાર્લામેન્‍ટ સુધી એક જ પક્ષનું શાસન હોય તો વિકાસનાં લાભો વધુ ઝડપી અને અસરકારક રીતે પ્રાપ્ત થાય છે. આથી મહાનગરપાલિકા અને વિધાનસભાની જેમ લોકસભા ચૂંટણીમાં પણ રાજકોટ-સૌરાષ્‍ટ્રના વિકાસ કાર્યોને પ્રોત્‍સાહન મળશે અને પાલિકાથી લઇ પાર્લામેનટ સુધી રાજકોટ -સૌરાષ્‍ટ્રમાં વિકાસ કાર્યનો સુભગ સમન્‍વયે રચાશે.

લોકકલ્‍યાણકારી પ્રકલ્‍પોને ગ્રામ્‍યના મતદારો વધાવી લે તેમજ ભાજપ સરકારની ખેડૂત હિતલક્ષી મહિલાઓ, યુવાનોથી લઇ જનજન માટેની વિવિધ સરકારી યોજનાની જાહેરાતોને આવકારીને તમામ સમાજના લોકો ભાજપને ટેકો જાહેર કરે તેવી લાગણી રાજુભાઇ ધ્રુવે વ્‍યકત કરી છે.

(4:00 PM IST)