<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

ક્ષમા વિરસ્‍ય ભૂષણમએ વિજ્ઞાપન સુપ્રસિધ્‍ધ થઇ એ સામે ક્ષત્રિય આગેવાનોનો વિરોધઃ કલેકટરને આવેદનઃ એમસીએમસી કમિટીની મંજૂર લેવાઇ નહી હોવાની રાવ

રાજકોટ : આજના ૧ થી ર અખબારોમાં ક્ષમા વિરસ્‍ય ભુષણમ એ મથાળા  હેઠળ વિજ્ઞાપન છપાઇ છે એ સામે આજે શ્રી રાજપુત ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આગેવાનો શ્રી રમજુભા જાડેજા અને અન્‍યોએ બપોરે ૧ાા વાગ્‍યે કલેકટરને આવેદન પાઠવી અખબારોમાં ઉપરોકત જાહેર ખબરો છપાઇ તેનો વિરોધ વ્‍યકત કરી રજુઆતો કરી હતી, આવેદનમાં ૪૮ કલાક પહેલા આ જાહેર ખબરની મંજૂરી લેવાઇ નથી, મંજૂરી લીધા વગર જાહેરાત છપાઇ છે, આ જાહેરાત કોણે આપી, કઇ એજન્‍સી મારફત છપાઇ, તેનો ખર્ચ કોણ ભોગવશે તે પણ કોઇ સ્‍પષ્‍ટ ઉલ્લેખ નથી, આચારસંહિતાનો ખૂલ્લો ભંગ થયો છે, પગલા તાકિદે લેવા માંગણી કરી હતી, આવેદનની નકલ પોલીસ ઓબ્‍ઝર્વર રાજકોટ કલેકટર, પોલીસ કમિશનરને પણ અપાઇ છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(4:42 PM IST)