News of Monday, 6th May 2024
ગંદકી કરનાર સામે મનપાની લાલ આંખ ધનાઢય પરિવારની ગંદી વૃતિને ૨ હજારનો દંડ
રૈયા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકના સ્થળે લકઝુરીયસ કારમાંથી કચરો ભરેલા થેલા ફેંકતા સીસીટીવીમાં કેદ થતા કાર્યવાહી

રાજકોટ તા. ૬ : શહેરમાંᅠસફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવા,ᅠસફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેર્મીેરાના માધ્યમ દ્વારા ઝડપીᅠᅠલઇ દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્વચ્છતા જાળવવાના પ્રયાસોના ભાગરૂપે CCTVᅠનેટવર્ક દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવતું હોય છે જેમાં જાહેર સ્વચ્છતા નહી જાળવતા લોકો સામે પગલાંમાં લેવા આવે છે. આ કામગીરી અંતર્ગત, તા.૫ના રોજ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકના સ્થળે લકઝુરિયસ કારમાં આવેલ લોકોએ આ કારમાંથી કચરો ભરેલા થેલા આ લોકેશન પર ફેંક્યા હતા. આ ઘટના CCTV સર્વેલન્સમાં જોવા મળતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ કારના નંબરના આધારે વોર્ડના સેનેટરી ઈન્સપેક્ટર મારફત ᅠરૂ.૨,૦૦૦ રૂપિયા દંડ વસુલ કરવામાં આવેલ
મહાનગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા નિયમિત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે છે. રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા ખુબ મહેનત અને ખંતથી કામગીરી કરવામાં આવે છે અને શહેર કેટલાક નાગરિકો દ્વારા જાહેરમાં ગંદકી કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને જાહેરમાં ગંદકી ન કરવા અનુરોધ કરવામાં આવે છે.
(5:00 PM IST)










