<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

ગત સપ્‍તાહે ઝાડા-ઉલ્‍ટી-તાવના કેસ વધ્‍યા : ૧૩૧૫ દર્દીઓ નોંધાયા

મનપા દ્વારા ૧.૧૩ લાખ ઘરોમાં પોરાનાશક કામગીરી : મચ્‍છરજન્‍ય રોગચાળો કાબુમાં : મેલેરીયાનો માત્ર એક કેસ નોંધાયો : મચ્‍છ ઉત્‍પતિ સબબ ૫૦૧ને નોટીસ

રાજકોટ, તા.૬ : શહેરમાં છેલ્લા અઠવાડીયાથી ગરમીનું પ્રમાણ વધતા પાણીજન્‍ય રોગચાળાનાં વધારો થતો જોવા મળે છે. કેમ કે, દિવસોથી સીઝનલ રોગચાળો વકરતો જાય છે. પખવાડીયા પહેલા ૭ દિવસમાં શહેરમાં ઝાડા-ઉલ્‍ટી-તાવના ૧૨૦૦ કેસ નોંધાયા હતા.ત્‍યારે એક સપ્તાહમાં ઝાડા, ઉલ્‍ટી, ટાઇફોડ તાવ સહિત ૧૩૧૫ થી વધુ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા.૨૯ એપ્રિલથી પ મે  ર૧ એપ્રીલ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાનો ૧ કેસ

છેલ્લા સપ્તાહમાં મેલેરીયાના એક જયારે સીઝનનાં મેલેરીયાના ૫, ડેન્‍ગ્‍યુના ૧૨ તથા ચિકનગુનિયાના ૧૬ કેસ નોંધાયા છે.

શરદી-તાવના

૧૩૧ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૪૧ તેમજ સામાન્‍ય તાવના ૩૪૫ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ર૨૯, ટાઇફોડના ૩  સહિત કુલ ૧૧૯૭ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ ૫૦૧ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૧૩૭૩૭  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૪૩૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૬૨૫ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૦૧ લોકોને નોટીસ પાઠવી હતી.

(4:55 PM IST)