<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

ગત લોકસભામાં સૌથી વધુ વોર્ડ નં. ૯માં ૪૦,૪૧૪ મતદારોએ મતદાન કરેલ

શહેરમાં કુલ ૯,૯૮,૨૩૭માંથી ૬,૧૫,૪૩૫ મત પડયા હતા : સૌથી ઓછું વોર્ડ નં. ૧૫માં ૨૫,૯૦૦ લોકોએ મત આપ્‍યા હતા

રાજકોટ તા. ૬ : ૧૮મી લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું ગુજરાતની ૨૬ સહિત કુલ ૯૪ બેઠકો માટે કાલે તા. ૭ના મતદાન થશે. ત્‍યારે ગત વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં રાજકોટ શહેરમાં કુલ ૯,૯૮,૨૩૭ મતદારોમાંથી ૬,૧૫,૪૩૫ નાગરિકોએ મતદાન કર્યું હતું. જેમાં સૌથી વધુ વોર્ડ નં. ૯માં ૪૦,૪૧૪ મત પડયા હતા. સૌથી ઓછા વોર્ડ નં. ૧૫માં ૨૫,૯૦૦ લોકોએ મતદાન કર્યું હતું.

ગત લોકસભામાં રાજકીય પક્ષોએ કાઢેલા વિસ્‍તાર મુજબના મતદાનમાં સાધુ વાસવાણી, રૈયા રોડ તરફના વોર્ડ નં. ૯માં સૌથી વધુ ૪૦,૪૧૪ લોકોએ મતદાન કર્યું હતું. આ મત ક્ષેત્રમાં સાધુ વાસવાણી રોડના બંને તરફના વિસ્‍તારો, શીવપરા, હીરામણનગર, દિપક સોસાયટી, આસપાસના વિસ્‍તાર વગેરે સામેલ છે.

જ્‍યારે સૌથી ઓછું વોર્ડ નં. ૧૫માં ૨૫,૯૦૦ નાગરિકોનું મતદાન નોંધાયું છે. બીજા નંબરે સૌથી વધુ વોર્ડ નં. ૮માં ૪૦,૩૮૯ લોકોનું મતદાન થયું હતું.

ગત લોકસભામાં રાજકોટ બેઠક પર ૬૩,૪૯ ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીમાં મતદાનનો આંક વધશે કે શું ? તે તો સમય જ બતાવશે.

રાજકોટ લોકસભાની ચૂંટણી માટે જાહેર પ્રચાર પૂરો થયો છે અને હવે બે દિવસ બંધ બારણે બેઠકનો દૌર ચાલશે. ભાજપ અને કોંગ્રેસે આ વખતે આ બેઠક ઉપર અમરેલીના ઉમેદવાર ઉભા રાખ્‍યા છે. આવતીકાલે મતદાનમાં ક્‍યો વોર્ડ મેદાન મારે છે તે જોવાનું રહેશે.(૨૧.૪૨)

ગત વર્ષે કયાં વોર્ડમાં

કેટલું મતદાન

વોર્ડ નં.   મતદાર

૧         ૩૫,૯૫૮

૨         ૩૧,૯૧૯

૩         ૩૫,૫૧૧

૪        ૩૦,૩૮૪

૫        ૩૩,૧૪૩

૬         ૨૮,૦૫૪

૭        ૩૭,૭૫૪

૮         ૪૦,૩૮૯

૯         ૪૦,૪૧૪

૧૦       ૩૫,૩૮૮

૧૧        ૩૨,૩૨૩

૧૨        ૩૩,૧૧૬

૧૩        ૩૬,૮૫૮

૧૪       ૩૫,૭૭૧

૧૫       ૨૫,૯૦૦

૧૬       ૩૦,૮૦૬

૧૭       ૩૪,૮૮૬

૧૮     ૩૬,૮૬૧

(4:58 PM IST)