<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ભાઇને ત્‍યાં શાપર ગયેલા રાજકોટના રાજેશ પર શેરીના કૂતરા મામલે છરીથી હુમલો થયો

કાળુ બાઇક લઇને નીકળતાં કુતરૂ દોડતાં તેણે બાંધીને રાખવાનું કહી ડખ્‍ખો કર્યો

રાજકોટ તા. 8: કોઠારીયા સોલવન્‍ટ શેરી નં. 30માં તકદીર પાન પાસે રહેતાં રાજેશ પરષોત્તમભાઇ હેડંબા (ઉ.વ.36)ને તે શાપર તેના ભાઇના ઘરે હતો ત્‍યારે શાપરના કાળુ નામના શખ્‍સે છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં શાપર પોલીસને જાણ કરવામાં આવી હતી.

રાજેશ સેન્‍ટીંગ કામ કરે છે. તેના કહેવા મુજબ પોતે ભાઇના ઘરે હતો અને શેરીમાં બધા બેઠા હતાં ત્‍યારે કાળુ નામનો શખ્‍સ બાઇક લઇને નીકળતાં તેની પાછળ શેરીનું કૂતરૂ દોડતાં તેણે બાઇક ઉભુ રાખ્‍યું હતું અને આ કૂતરાને બાંધીને રાખો તેમ કહેતાં રાજેશે કૂતરૂ અમારુ નથી શેરીનું છે એને થોડુ બંધાય તેમ કહેતાં કાળુએ ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો.

(3:17 PM IST)