<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

રૈયાધાર કવાર્ટરમાં ઘરકંકાસથી કંટાળી ફગરૂ મકવાણાનો ફાંસો ખાઇ આપઘાત

પત્‍ની પતિને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવ્‍યો

રાજકોટ તા. ૮: રૈયાધારમાં આવેલા તેર માળીયા કવાર્ટરમાં ઘરકંકાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ રૈયાધારમાં તેર માળીયા કવાર્ટરમાં રહેતા ફગરૂભાઇ ચકુભાઇ મકવાણા (ઉ.વ. ૪૦) એ પોતાના ઘરે લોખંડથી આડીમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોએ યુવાનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. યશવંતભાઇ ભગતે સ્‍થળ પર પહોંચી યુવાનના મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. મૃતક ફગરૂભાઇ મજૂરી કામ કરતા હતા ઘરકંકાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્‍યું છે. બે પુત્રી અને એક પુત્ર એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(3:12 PM IST)