તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ક્ષત્રીય સમાજ ‘મત એ જ શસ્ત્રી'ની રણનીતી ઉપર ખુબ જ શિસ્તબધ્ધ અને શાંતિપુર્વક ચાલ્યોઃ રૂપાલાને માફીનો કોઇ પ્રશ્ન નથી
રાજકોટમાં સંકલન સમીતી વતી દેવેન્દ્રસિંહ જાડેજાએ આપ્યો જવાબ

રાજકોટ, તા., ૮: આજે રાજકોટમાં પત્રકાર પરીષદ સંબોધતા ક્ષત્રીય અસ્મિતા આંદોલન સંકલન સમીતીવતી યુવા અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ)એ જણાવેલ કે, આજે પુરૂષોતમ રૂપાલાએ વધુ એક વખત મીડીયાના માધ્યમથી ક્ષત્રીય સમાજની માફી માંગી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ અમારા સમાજની મહિલાઓની અસ્મિતા ઉપર તેઓ એલફેલ બોલ્યા છે એટલે માફી આપવાનો કોઇ સવાલ નથી છતા પણ આ મામલે આવતા દિવસોમાં સંકલન સમીતીની મીટીંગમાં ચર્ચા થશે.
રૂપાલાએ જયારે જયારે માફી માંગી ત્યારે રાજકિય માફી હોય તેવું અમને લાગ્યું છે. કયારેય અમારા સમાજના પ્લેટફોર્મ પર આવી માફી માંગી નથી કે અમારા સમાજની બહેન-દિકરીઓની માફી માંગી નથી. માટે માફી આપવાનો કોઇ મુદ્દો જ નથી. ૪પ દિવસ સુધી શિસ્તબધ્ધ અને સંયમી રીતે ક્ષત્રીયોએ કરેલા વિરોધ પ્રદર્શનોની માધ્યમોએ ખુબ સારી નોંધ લીધી તે માટે હું સૌનો આભાર માનુ છું અને સર્વ સમાજનો પણ ખુબ ખુબ આભારી છું તેમ દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા દિવસોમાં આંદોલનને ભટકાવવાના, ઘર્ષણ ઉભા કરવાના અનેક પ્રયાસો થયા છતાં અમારી સંકલન સમીતીએ નક્કી કરેલી રણનીતી મુજબ રાજપુત ભાઇઓએ ખુબ ધીરજ પુર્વક કાર્ય કર્યુ છે. આ આંદોલનની સર્વસમાજે હકારાત્મક નોંધ લીધી છે.
(3:19 PM IST)










