તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
રાજકોટના ત્રણેય શહેરી વિસ્તારમાં કોંગ્રેસ તરફી મતદાન થયું છેઃ અતુલ રાજાણી
કોંગ્રેસ જીતશેઃ લોકોનો આભારઃ આપનું યોગદાન મુલવી ના શકાય તેવું

રાજકોટ તા. ૮: શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીની અખબારી યાદી જણાવે છે કે, રાજકોટ લોકસભા ચૂંટણીમાં રાજકોટ શહેરના પૂર્વ, પશ્ચિમ, અને દક્ષિણ એમ ત્રણ શહેરી વિસ્તારમાં કોંગ્રેસ તરફી મતદાન થયું છે.
કોંગ્રેસ કાર્યકર્તાઓએ ખૂબ જ ધૈર્યપૂર્વક અને ખૂબ મહેનત કરીને લિેકટેડ મતદારને બુથ સુધી પહોંચાડવામાં સફળ થયા છે પરિણામે કોંગ્રેસ પાર્ટી આ લોકસભાની બેઠક જીતશે તેઓ આશાવાદ વ્યકત કર્યો હતો.
કાર્યકર્તાઓની અથાગ મહેનત અને પહેલી જ વખત મોટી સંખ્યામાં બહેનોનું યોગદાન અને વિવિધ સમાજના આગેવાન અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ પાર્ટીમાં વિશ્વાસ વ્યકત કરીને મતદાન કરાવ્યું છે તેને યાદ કરીને સૌને વંદન કરીને રાજકોટ શહેરની જનતાનો અને કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓનો આગેવાનોનો વંદન સાથે અભિનંદન આપીને આભાર વ્યકત શહેર પ્રમુખ અતુલ રાજાણી દ્વારા માનવામાં આવ્યો છે.તેમણે રાજકોટ શહેરમાં અને સમગ્ર રાજકોટ લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શિસ્ત અને એકદમ સચોટ વ્યૂહ રચનાને અને ગજબનાક મહેનત અને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાનું નિષ્ઠાથી કાર્ય કરવાનું જબરદસ્ત યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીનું યોગદાન કોઇ શબ્દમાં મૂલવી ના શકાય તેવું જણાવ્યું હતું.
તેમણે ફરી એકવાર આ ચૂંટણીમાં પ્રથમ વખત બહેનો અને નવયુવાનનું કોંગ્રેસ તરફી મતદાન થયા હોવાનું પાકું અનુમાન કરીને બહેનોનો અને નવયુવાન દોસ્તોનો વિશેષ આભાર માનેલ હતો.
(4:22 PM IST)










