<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ગંગોત્રી પાર્કમાં ભાજપની ટીમ ખડેપગે

રાજકોટ : ગઇકાલે યોજાયેલ લોકસભાની ચુંટણી એકંદરે શાંતિપુર્ણ રીતે સંપન્‍ન થઇ છે. જુદા જુદા વિસ્‍તારમાં બંન્‍ને પક્ષની ટીમો ખડેપગે રહી હતી. ત્‍યારે શહેરના વોર્ડ નં.૯ના યુનિવર્સિટી રોડ પર આવેલ ગંગોત્રી પાર્ક વિસ્‍તારમાં ભાજપની ટીમ દ્વારા મતદારોને મતદાન કરવા અને બુથ સહિતની જાણકારી પુરી પાડી હતી. આ તકે વોર્ડ નં.૯ના કોર્પોરેટર અને પુર્વ સ્‍ટે. કમિટી ચેરમેન પુષ્‍કર પટેલે દિવસ દરમિયાન બુથની મુલાકાત લઇ સોસાયટીના પ્રમુખ બહાદુરભાઇ માંજરીયા, કનુભાઇ હિંડોચા તથા ભરતભાઇ પાસે સતત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્‍યુ હતુ.

(3:25 PM IST)