<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

માખાવડના ગૌધામ ખાતે કાલથી શ્રી રામચરિત માનસ કથા

આઇશ્રી જાહલમાં મોગલધામ આશ્રમ-ખરેડા દ્વારા ગૌમાતાના લાભાર્થે : ડો.મહાદેવપ્રસાદ મહેતા કથાનું રસપાન કરાવશે, ધામેધુમે નિકળશે પોથીયાત્રા - શિવવિવાહ - રામ જન્‍મોત્‍સવ - રામ રાજયાભિષેક સહિતના પ્રસંગો ઉજવાશે, દરરોજ સાંસ્‍કૃતિક કાર્યક્રમો

રાજકોટ : લોધીકા તાલુકાના રીબડા લોધીકા મેઇન રોડ ઉપર માખાવડના પાટીયુ નજીક આવેલ ગૌધામ ખાતે આવતીકાલે તા.૯ના ગુરૂવારથી તા.૧૭ સુધી શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આઇશ્રી જાહલમાં  સાનિધ્‍યમાં આઇશ્રી જાહલમાં મોગલધામ આશ્રમ -ખરેડા દ્વારા લુલી લંગડી નિરાધાર ગાયોના લાભાર્થે આયોજીત આ રામકથામાં પૂ. ડો.મહાદેવ પ્રસાદ મહેતા સવારે ૯ થી ૧ર.૩૦ વ્‍યાસાસને બિરાજી કથાનું સંગીતમય રસપાન કરાવશે.

 તા.૯ ના ગુરૂવારે સવારે ૭ કલાકે હાથીની અંબાડીએ, ઘોડાગાડી, ખુલ્લી જીપો, કાર, બાઇક સહિત ઢોલ નગારા બેંડને સુરાવલી સાથે ભવ્‍ય પોથીયાત્રા નીકળશે.

પુ.મોરારીબાપુના હસ્‍તે કથાનું દિપપ્રાગટય કરવામાં આવશે. કથા દરમિયાન તા.૧૦ - શિવ વિવાહ, તા.૧૧ રામ જન્‍મોત્‍સવ, તા.૧૩ રામ વિવાહ, તા.૧૬ સુંદરકાંડના પાઠ, તા.૧૭ રામ  રાજયાભિષેક ઉત્તર પ્રદેશના મહામહીમ રાજયપાલ આનંદીબેન પટેલ રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ દંડક જગદીશભાઇ મકવાણા, ચેતનભાઇ રામાણી તેમજ ખોડલધામ પ્રમુખ-નરેશભાઇ પટેલ, પોલીસ કમીશ્‍નર-રાજુ ભાર્ગવ, રેંજ આઇ.જી.-શ્રી અશોક યાદવ, કલેકટરશ્રી- પ્રભવ જોશી, મ્‍યુનિસિપલ કમિશનર-આનંદ પટેલ, જયપાલસીંહ રાઠોડ સાહેબ (ડીવાયએસપી) તેમજ પ. પૂ. મહંશ્રી શેરનાથ બાપુ, પૂ. ઇન્‍દ્રભારતી બાપુ, અખીલેશ્વરદાસજી-પંચમુખી હનુમાન-અમદાવાદ, મહંતશ્રી કબરાઉ ધામ, મહંતશ્રી કરશનદાસ બાપુ-પરબધામ, રાજેન્‍દ્રદાસબાપુ-નકલંકધામ, નિર્મળાબા-પાળીયાદ, સ્‍વામીનારાયણ સંપ્રદાયના સંતો પૂ. રાધારમણ સ્‍વામી, વિવેક સ્‍વામી, ભકતીસ્‍વામી (રાજકોટ સંત મંડળ), જે. પી. સ્‍વામી-મૂળી, શ્રીજી પ્રકાશ સ્‍વામી-હાથીજણ, આર્યન ભગત-ગઠપુરધામ ઉપસ્‍થિત રહેશે.

કથા દરમિયાન સાંસ્‍કૃતીક કાર્યક્રમો જેવા કે તા. ૯ મોગલધામ રામા મંડળ-ખરેડા, તા. ૧૦ લોકડાયરો વનીતાબેન પટેલ, તા. ૧૧ દાંડિયારાસ-ઉમેદ ગઢવી, તા. ૧ર દાંડિયારાસ-પૂનમબેન, ગોવિંદભાઇ (ગઢવી), તા. ૧૩ દાંડિયારાસ-કુલદીપદાન ગઢવી તા. ૧૪ના માયાભાઇ આહિરનો લોકડાયરો તેમજ હાસ્‍ય દરબાર યોજાયેલ છે. બાળકો માટે લોકમેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં કિશોરભાઇ ગજેરા (મો. ૯૮ર૪૪ ૪૪૯૬૪), હરીકૃષ્‍ણ રામાણી, વેલજીભાઇ ઠુંગા નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:07 PM IST)