તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Thursday, 9th May 2024
દીકરીઓ માટે ઇંગ્લીશ સ્પીકીંગના વેકેશન કલાસીસ
ધો.૧૦ અને ૧રની પરીક્ષા આપી હોય તેવી દિકરીઓ માટે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ૧૧મી મે થી આયોજન નામ નોંધણી ચાલુ

રાજકોટ : રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા રોટરી ના ફોકસ એરીયા બેઝિક લીટ્રસી અને એજ્યુકેશન ના ફિલ્ડ માં ઘણું કામ કરવામાં આવી રહ્યું છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ ગુજરાતી માધ્યમ માં અભ્યાસ કરતી દીકરીઓ રોજ બરોજ ના દૈનિક જીવનમાં સામાન્ય અંગ્રેજી ભાષા નો પ્રયોગ કરી શકે , નાના નાના અંગ્રેજી વાક્યોમાં વાતચીતથી પોતાના રોજિંદા કાર્યો સંપન્ન કરી શકે તેવા ઉમદા આશયથી કલબ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
હાલમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરિક્ષાઓ આપી હોય એવી ગુજરાતી માધ્યમની દીકરીઓ માટે તા.૧૧ મે થી ૧૦ જુન દરમિયાન ઈંગ્લીશ સ્પીકીન્ગ ના વેકેશન કલાસીસ રોટરી ગ્રેટર ભવન, કોઠારી ડાયગ્નોસ્ટીક સેન્ટર ની બાજુ માં, રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડ નં ૨, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ, ખાતે શરૂ કરવામાં આવી રહયા છે.
પહેલી બેચ સવારે ૯-૩૦ થી ૧૧ તથા બીજી બેચ સવારે ૧૧-૩૦ થી બપોરે ૧ વાગ્યાની રહેશે.
રજીસ્ટ્રેશન માટે કલબ દ્વારા એક ગુગલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જે વિધાર્થીનીઓ આ વેકેશન કલાસીસ કરવા ઈચ્છા ધરાવતી હોય તેમણે નીચે આપેલ ગુગલ લીંક પર કિલક કરી ને ગુગલ ફોર્મ ભરવાનું રહેશે.
સોમવાર થી શુક્રવાર એમ અઠવાડિયામાં પાંચ દિવસ કલાસીસ ચાલશે. શનિવાર અને રવિવારે રજા રહેશે.
વેકેશન કલાસીસ ના રજીસ્ટ્રેશન માટે રૂ.૧૦૦ રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે. જે વિધાર્થીનીઓ નિયમિત હાજરી આપી સમગ્ર કોર્ષ પુરો કરશે તેમને ઈં ૧૦૦/- પરત કરવા માં આવશે.
આયોજનને સફળ બનાવવા રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના પ્રેસિડેન્ટ નિલેશ ભોજાણી, સેક્રેટરી જયદેવ શાહ, ઈશિતા છોટાઈ, શિતલ પટેલ, શિલ્પા ભોજાણી, બિંદુ શાહ તથા સંસ્થાના સભ્યો મેમ્બર્સ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે પંકજ દવેનો મો.૮૧૪૧૦ ૧પ૩૦૦ ઉપર સંપર્ક કરીશ કાય છે (તસ્વીર : અશોક બગથરીયા) (
(4:14 PM IST)










