<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

અઢી વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલા પથ્‍થરને દૂરબીનથી કાઢી અપાયુ, બાળકને મળ્‍યું નવજીવન

પથ્‍થર શ્વાસનળીની દિવાલમાં ચોંટી ગયો હતોઃ ડો. હિમાંશુ ઠકકર

રાજકોટ : નાના બાળકો અવાર નવાર રમતા રમતા કાંઈક ને કંઈક મોં મા નાખી દેતા હોય છે અને ત્‍યારબાદ કેવી ગંભીર પરિસ્‍થિતિ સર્જાઈ છે તેવો જે એક કિસ્‍સો  તાજેતરમાં રાજકોટ વિદ્યાનગર રોડ સ્‍થિત ડો. હિમાંશુ ઠક્કર ની હોસ્‍પિટલમાં નોંધાયો માધવ સરેસીયા  નામ નું બાળક જેની ઉમર  અઢી વર્ષ હતી ગામ ખેરડી બાળક ના  પિતા કેતન ભાઈ ના જણાવ્‍યા મુજબ તેને છેલ્લા દોઢ મહિનાથી થી ઉધરસ અને કફ મટતો ન હતો અનેક ડોક્‍ટરો પાસે તપાસ કરાવી અને  રિપોર્ટ કરાવ્‍યાં પરંતુ કોઈ ફરક ન જણાતા ફેફસાં નો x ray કરવા મા આવ્‍યો તેમાં માલુમ પડયું કે બાળક ની શ્વાસનળી મા જમણી બાજુ છેક ઊંડે ફેફસાં ની નજીક કાંઈક ફસાયેલ છે અને તેના જમણા ફેફસાં મા બિલ્‍કુલ હવા જતી ના હતી અને ફેફસાં મા ચેપ પણ લાગી ગયો હતો બાળક ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને  spo2   માત્ર ૭૦ ટકા થઈ ગયું હતું અને ઓક્‍સિજન નું પ્રમાણ ખુબજ ઓછું થઈ ગયું હતું આવી  ગંભીર પરિસ્‍થિતિમાં બાળક ના વાલીઓ ને પૂછતાં માલુમ પડયું કે તે શું ગળી ગયો છે અને કયારે કઈ મોઢા મા નાખ્‍યું છે તેનો પિતા કેતન ભાઈ ના જણાવ્‍યા મુજબ તે આશરે  દોઢ મહિના પહેલા પત્‍થર ગળી ગયો હતો આવી પરિસ્‍થિતિમાં બાળક ના વાલીઓ ને શ્વાસનળી મા દૂરબીન થી તપાસ કરવા માટે સમજાવી તુરંત ડો. હિમાંશુ ઠક્કરે બાળક ને ઓપરેશન માટે લઇ શ્વાસનળી મા દૂરબીન વડે તપાસ કરી છેક ઊંડે ફસાયેલા ફોરેન બોડી પત્‍થર જે દોઢ મહિનાથી ફસાયેલા હતો અને જે શ્વાસનળી ની દિવાલ સાથે ચોંટી ગયો હતો  અને આજુબાજુ કફ પણ હતો અને શ્વાસનળી ની દિવાલ પર સોજો પણ  આવી ગયો હતોતેદૂરબીન વડે કાઢી આપી બાળક નો જીવ બચાવીયો  હતો,  આ ઓપરેશન ને બ્રોનકોસ્‍કોપિ કેવાય છે નાના બાળકો ની શ્વાસનળી ખુબજ નાજુક અને  સાંકળી હોય છે તેમાં  માત્ર 3MM નું  દૂરબીન ઉતારી ફસાયેલા વસ્‍તુ ગણતરી ની મિનિટોમાં મા  કાઢી આપવી એ ખૂબજ કુનેહ અને નિપુણતા માગી લે  છે,આ કેસ ની વિકટ પરિસ્‍થિતિ એ હતી કે બાળક ની નાની ઉંમર માત્ર અઢી વર્ષ, અને પત્‍થર જેવી ધારદાર વસ્‍તુ  જે શ્વાસનળી ની દિવાલ ને નુકસાન કરે અને  કાઢતી વખતે પણ ખૂબજ ધ્‍યાન રાખવું પડે કેમ કે પત્‍થર શ્વાસનળી ની દિવાલ ચીરી નાખે તો  જીવ નું જોખમ થાય   બાળક ના પિતા કેતન ભાઈ  ના જણાવ્‍યા મુજબ આવું ગંભીર પરિણામ આવશે તેવી તેમને કલ્‍પના પણ ન હતી ફસાયેલ વસ્‍તુ ખૂબજ ઊંડે શ્વાસનળી મા છેક ફેફસાં ની નજીક અને બાળક ની હાલત અત્‍યંત ગંભીર હતી બાળક ના જીવ નું જોખમ હતું અને આવી જૂની ફસાયેલ વસ્‍તુ શ્વાસનળી ની દિવાલ સાથે ચોંટી જાય અને કાઢતી વખતે પણ ખૂબજ ધ્‍યાન રાખવું પડે નહીં તો ફેફસાં અને શ્વાસનળીમાં ઇજા થઇ શકે તેમ હતી આવી વિકટ પરિસ્‍થિતિ મા પણ કોઈ પણ જાતના   કોમ્‍પ્‍લીકેશન વગર આવા અનેક ઓપરેશન કુનેહ પૂર્વક પાર પાડવા મા માહિર એવા ડો. હિમાંશુ ઠક્કરે  તેમની ૨૨ વર્ષ ની કારકિર્દી મા  અનેક સફળ ઓપરેશન કરી નાના નાના માસુમ બાળકો  ના  જીવ  બચાવ્‍યો છે ફરી એકવાર સફળ ઓપરેશન કરી એક માસુમ બાળકે ને નવજીવન આપ્‍યું હતું, ડો. હિમાંશુ ઠક્કર ના જણાવ્‍યા મુજબ વાલીઓ માટે ખૂબજ ચેતવણી રૂપ કિસ્‍સો નાના બાળકો  આવી  કોઈ વસ્‍તુ મોં મા  ન નાખી દે તેનું ધ્‍યાન રાખવું  અને બાળક ના પિતા કેતન ભાઈ ભાઈ એ હ્રદય પૂર્વક  આભાર માન્‍યો હતો, હોસ્‍પિટલ નું સરનામું ડો. હિમાંશુ ઠક્કર  ડો. ઠક્કર ઈએન્‍ટી ડેન્‍ટલ હોસ્‍પિટલ ૨૦૨ લાઇફ લાઇન બિલ્‍ડિંગ વિદ્યાનગર રોડ રાજકોટ મો. ૯૧૦૬૧ ૧૯૦૩૮

(11:47 AM IST)