News of Friday, 10th May 2024
રાજકોટ - જીલ્લાના મતદારોનો આભાર માનતા રામભાઇ મોકરીયા

રાજકોટ તા. ૧૦ : રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રાજકોટમાં લોકસભાની ચૂંટણી ઉત્સાહપૂર્વક અને શાંતિ પૂર્ણ રીતે મતદાન કરવા બદલ રાજકોટ શહેર અને જિલ્લાના મતદારોનો આભાર માન્યો છે.
રામભાઈ મોકરીયાએ જણાવ્યું છે કે ઉનાળાની ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં મતદારોએ પોતાની ફરજ નિભાવી છે. તેમણે ભાજપની તરફેણમાં મોટાપાયે મતદાન કરવા બદલ રાજકોટ શહેર અને જિલ્લાના સૌ મતદાર નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે.
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન અને સુદ્રઢ આયોજન માટે વહીવટી તંત્રનો પણ આભાર માન્યો છે સાથોસાથ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી પરષોત્તમભાઈ રૂપાલાને વિજયી બનાવવા માટે રાત દિવસ દોડધામ કરનારા ભારતીય જનતા પક્ષના હજારો કાર્યકર્તાઓનો પણ રામભાઇ મોકરીયાએ આભાર માન્યો છે.
(11:47 AM IST)










