News of Friday, 10th May 2024
જય... જય... પરશુરામ... જીતુભાઇ મહેતાના નિવાસસ્થાને મહાપૂજન - આરતી

રાજકોટ : આજરોજ ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી અને બ્રહ્મઅગ્રણી શ્રી જીતુભાઇ મહેતાના રામનાથપરા સ્થિત નિવાસસ્થાને ભગવાન શ્રી પરશુરામજીનું મહાપૂજન - અર્ચન તથા મહાઆરતી વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલ. ઉલ્લેખનિય છે કે, જીતુભાઇ મહેતાના નિવાસસ્થાને મા ગાયત્રીનું ભવ્ય મંદિર આવેલ છે અને જેની સમિપમાં સ્વયંભુ રામનાથ મહાદેવ બિરાજે છે. તસ્વીરમાં પૂજન - અર્ચનનો લાભ લેતા જીતુભાઇ મહેતા પરિવાર (મો. ૯૪૨૬૨ ૫૦૭૧૧) તેમજ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ વિ.એ દર્શનનો લાભ લીધો હતો. (તસ્વીર : અશોક બગથરીયા)
(1:40 PM IST)










