News of Friday, 10th May 2024
જગન્નાથજી શોભાયાત્રા માટે પ્રથમ તબકકાની તૈયારીનો આજના શુભમુહુર્તમાં પ્રારંભ

રાજકોટ : આગામી તા. ૭-૭-૨૦૨૪ ના અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા યોજાશે. રાજકોટમાં પણ આ શોભાયાત્રા ધામેધુમે નિકળે છે. ત્યારે આ માટેની પ્રથમ તબકકાની તૈયારી આજે અખાત્રીજના શુભમૂહુર્તમાં ત્રણેય રથની પૂજા કરીને આરંભવામાં આવી હતી. આજે અક્ષય તૃતીયા નિમિતે જગન્નાથજી મંદિરમાં વૈદિક વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કરાયુ હતુ. નાના મૌવાના ભાવિક ભકતો સેવકો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથજી, બલદેવજી, બહેન સુભદ્રાજીની શહેરમાં નગરચર્યા માટે રથની સજાવટ કરવાથી લઇને ભગવાન માટે નવો શૃંગાર, નવા વષાો અને રથની સજાવટ વગેરે તૈયારીઓનો મહંતશ્રી ત્યાગી મનમોહનજીના માર્ગદર્શન હેઠળ આજથી આરંભ કરવામાં આવ્યો હતો. તે સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે.
(2:40 PM IST)










