News of Friday, 10th May 2024
અક્ષય તૃતિયાએ ઝવેરી બજારમાં ખરીદી ફીકી : સાંજથી ઘરાકી વધવાની ધારણા
ચૂંટણી આચારસંહિતા અને સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ઝવેરી બજારની રોનક ઝંખવાઈ : સાંજથી ગ્રાહકોની શુકનવંતી ખરીદીમાં ઉત્સાહ વધે તેવી આશા

રાજકોટ : આજે અક્ષય રૂપિયાના અવસર શુભ મુહૂર્તો નવા ઘર પ્રવાહન ખરીદી સહિતના શુભ કાર્યો માટે શુભ અવસર ગણાય છે તેવામાં ઝવેરી બજારમાં સામાન્ય વેપાર સાથે જોઈ એવી રોનક હજુ જામતી નથી અલબત્ત વેપારીઓના જણાવ્યા મુજબ સાંજથી ગ્રાહકોની શુકનવંતી ખરીદી માટે ઉત્સાહ વધે તેવી ધારણા છે
અક્ષય તળતીયાના અવસરે ઝવેરી બજારમાં ઝગમગાટ જોવા મળે છે. લાઈટ વેઇટ આભૂષણો તેમજ લગ્નસરાની બ્રાઇડલ જ્વેલરીની પણ વિશાળ તેમજ ઉપલબધ છે . શુકનવંતા અવસરે ગીની નું વેચાણ પણ પારંપરિક રહ્યું છે.
ઝવેરી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી આચાર સંહિતાને કારણે વેપાર ધંધાને બ્રેક લાગી હતી ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં સતત વધારાએ પણ વેપારીઓની ચિંતા વધારી હતી . સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા પછી ભાવમાં થોડો ઘટાડો થયો છે. જે આ શુકનવંતા અવસરે રાહત રૂપ બની શકે છે.
ઝવેરી બજારમાં અક્ષય તળતીયાના અવસરે આજ સવારથી ધીમી ગતિએ ચહલપહલ શરૂ થયા બાદ પણ હજુ પાછલા વર્ષો જેવો માહોલ જામ્યો નથી અને હાલ વેપારમાં અડધો અડધ ઘટાડો થયાનું જણાવી રહ્યા છે. જોકે સાંજથી ગ્રાહકોની ખરીદીમાં વધારો થવાની ધારણા છે.
દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના મંત્રી મયુર આડેસરા જણાવેલ છે કે હાલ ધીમી ગતિએ ખરીદી શરૂ થઈ છે.જોકે આ અવસરે કેટલાક વેપારીઓને એડવાન્સ ઓર્ડર પણ મળ્યાનું જણાવવાની સાથે સાંજથી ખરીદી પુરબજારમાં ખીલે તેવી પણ આશા વ્યક્ત કરી હતી. તસવીરમાં ઝવેરી બજારમાં ગ્રાહકો શુકનવંતી ખરીદી કરતા નજરે પડે છે ( તસવીર સંદીપ બગથરિયા)
(3:01 PM IST)










