તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 10th May 2024
પીડા પર વિજય પ્રાપ્ત કરે એ જ પરમાત્મા!: રાષ્ટ્ર સંત પૂ.નમ્રમુનિ મ.સા.
પાવનધામના આંગણે વર્ષીતપ પારણા મહોત્સવ બન્યો તપ પ્રેરણાનો મહોત્સવ

રાજકોટ, તા., ૧૦: હે પ્રભુ! મને પણ જો તક મળે તો એકવાર વર્ષીતપની આરાધના કરીને મારા ભવને સાર્થક કરી લેવો છે આવી પ્રેરક ભાવના પ્રસરાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે અક્ષય તળતીયાના પાવન દિવસે યોજાયેલો વર્ષીતપ પારણા મહોત્સવ તપધર્મની જયકાર વર્તાવીને ભક્તિભાવે ઉજવાયો હતો.
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પાવનધામના ઉપક્રમે કાંદીવલી સ્થિત રઘુલીલા મોલ ખાતે આયોજિત વર્ષીતપ પારણા મહોત્સવના આ અવસરે પરમ ગુરુદેવના સાંનિધ્યે પારણું કરવા આવેલાં અનેક તપસ્વી આરાધકોની અનુમોદના કરવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની સાથે લાઈવના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાઈ ગયાં હતાં.
અક્ષય તળતીયાના પાવનકારી દિવસે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની કરુણા ભાવના સાથે પાવનધામના આંગણે અબોલ એવા ઘાયલ અને અસ્વસ્થ પશુ પંખીઓની સારવાર હેતુ ઓલવેઝ કેર એનિમલ ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવેલ. મહારાષ્ટ્રના પડઘા સ્થિત પરમધામ સાધના સંકુલ ખાતે નૂતન ગૌશાળામાં સેંકડો ગાયોને આશ્રય સ્થાન આપીને એમને શાતા સમાધિ આપવાનું પરમાર્થ કરવામાં આવેલ.
આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, શરીરને જીર્ણશીર્ણ કરી દેનારી પીડા પર પણ જે વિજય પ્રાપ્ત કરીને, પોતાના મનને મક્કમ કરીને જે તપ સાધના કરે છે તે જ વીર હોય છે, તે જ પરમાત્મા હોય છે. પરમાત્મા આદિનાથ પ્રભુની પરંપરામાં કરોડો વર્ષોથી થઈ રહેલી વર્ષીતપની આરાધના જે પોતાના જીવનમાં એકવાર કરે છે તેનો ભવ સાર્થક થઈ જાય છે. તપヘર્યા સમયે મુખ પર આનંદ અને પારણામાં હોય દુઃખ તેની તપર્સ્યા સાર્થક થઈ જાય. પદાર્થોની હાજરીમાં પણ એને ભોગવવા માટે જેનું મન ગેરહાજર રહે તે તપસ્વી હોય. ભૂખને સહન કરતાં કરતાં દુઃખને સહેવાની, પચાવવાની ક્ષમતા એવી પ્રગટ થઈ જતી હોય કે ગમે એવું દુઃખ પણ સહજતાથી સહન થઈ જતું હોય.
અખંડ ૪૫૪ દિવસ સુધી આયંબિલ તપની મૌન સાથે ઉગ્ર આરાધના સાથે ચાર લાખ નમસ્કાર મંત્ર લેખન કરનારા પૂજ્ય શ્રી પરમ કળપાજી મહાસતીજીને આ અવસરે પારણા કરાવવામાં આવ્યા હતા.
(3:05 PM IST)










