<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

ભુવાની અંધશ્રધ્‍ધામાં જાન અને માલ ગુમાવનાર આધેડ યુવતીના હત્‍યારાને આજીવન કેદની સજા

હત્‍યા બાદ બળાત્‍કાર ગુજાર્યાના વૈજ્ઞાનિક પુરાવા મળતા સમાજ માટે દ્રષ્ટાંતરૂપી કેસ

રાજકોટ : ૧૦ વર્ષ પહેલા ભુવા તરીકે કામ કરતા આરોપી તુષાર મકવાણા એ ભોગનાર બનનાર આધેડે યુવતીને તેણીની પાસેના સોનાના દાગીના શાપિત હોવાનુ જણાવી દાગીના આપવા આવનાર મળતકની હત્‍યા કરી તેણી સાથે સંભોગ કર્યાના પુરાવા મળતા રાજકોટના અધિક સેશન્‍સ જજ સાહેબ જાદવએ આરોપીને આજીવન કેદની સજા ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે તા.૧૪/૦૫/૨૦૧૩ ના રોજ વહેલી સવારે આરોપી તુષાર કિશોરભાઈ મકવાણા, ઉ.વ.૩૩ નાએ મરણ જનાર આધેડ યુવતીને તેણીની પાસેના સોનાના દાગીના શાપિત હોવાનુ જણાવી આ દાગીના લઈને આવવાનુ કહેતા યુવતી પોતાની દિકરીના કરીયાવરના તમામ દાગીનાઓ લઈને આરોપી પાસે ગયેલ હતા. આરોપીએ યુવતીને પોતાની વેગન-આર ગાડીમાં આટકોટ ગામથી ૩-કિમી. દુર ઉજજડ વિસ્‍તારમાં લઈ જઈ તેણીનું ગળુ દબાવી હત્‍યા કરેલ હતી. આ ઉપરાત તેણીને છરી વડે શરીરના વિવિધ ભાગો ઉપર ઈજાઓ કરેલ હતી. ત્‍યારબાદ યુવતીની લાશને ત્‍યાજ ફેંકી દઈ પોતાની ગાડી લઈને જતો રહેલ હતો. બીજા દિવસે આ ઉજજડ વિસ્‍તારમાંથી લાશ મળી આવતા પોલીસે લાશની બાજુમા પડેલ મોબાઈલ ફોનમા છેલ્લો મોબાઈલ નંબર ફરીથી ડાયલ કરેલ. આ મોબાઈલ યુવતીના પતિને લાગતા પતિ સામતભાઈએ જણાવેલ કે આ યુવતી તેઓના પત્‍નિ છે. યુવતીની લાશને પોસ્‍ટ મોર્ટમ કર્યા બાદ તેણીના કપડા કબ્‍જે કરવામાં આવેલ હતા અને તેણીના ચણીયા ઉપર વીર્યના ડાઘ મળી આવેલ હતા. મળતકના પતિએ અજાણ્‍યા ઈસમ વિરૂધ્‍ધ ફરીયાદ કરતા તપાસ દરમ્‍યાન જાણવા મળેલ કે, મળતક યુવતી રાત્રીના ૧૨ વાગ્‍યે પોતે હોસ્‍પિટલ જાય છે તેમ પોતાની દિકરીને કહીને ઘરેથી નીકળી ગયેલ હતી. દિકરીનુ ૨ દિવસ બાદ નિવેદન લેતા જાણવા મળેલ કે દિકરીના કરીયાવરના દાગીનાઓ ઘરમાં નથી. તપાસ દરમ્‍યાન મળતક યુવતી આરોપી તુષાર મકવાણા સાથે ગયેલ હોવાનું જણાતા પોલીસે આ આરોપીની શોધખોળ કરી તેને પકડી પાડેલ હતો. પોલીસ રીમાન્‍ડ દરમ્‍યાન આ આરોપીએ મળતક યુવતીને જે છરી વડે ઈજાઓ કરેલ હતી તે છરી અને વેગન આર કાર કાઢી આપેલ.

 આરોપી વિરૂધ્‍ધ ચાર્જશીટ રજુ થયા બાદ કેસ ચાલી જતા આરોપી તરફે રજુઆત કરવામા આવેલ હતી કે, આ આરોપીએ મળતક યુવતીને બોલાવેલ હોય અને તેણીની હત્‍યા કરેલ હોય તેવા કોઈ નજરે જોનાર સાક્ષી કે બીજા કોઈ પુરાવા મળી આવેલ નથી જેથી આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહી.

શ્રી સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રી એસ.કે. વોરાએ રજુઆત કરી જણાવેલ હતુ કે મળતક યુવતીના ચણીયા ઉપર જે વીર્યના ડાઘ મળેલ છે તે ‘‘ઓ''બ્‍લડ ગ્રુપનુ છે અને આરોપીનું લોહી પણ ‘‘ઓ'' ગળપનુ છે. આરોપી બનાવના ૨ દિવસ બાદ જઝપાયેલ છે અને મળતક યુવતીની અંતિમક્રિયા ૧૨-કલાકની અંદર પુરી કરવામાં આવેલ હતી. આ સંજોગોમાં મળતક યુવતી અને આરોપીના બ્‍લ ગળપ ક્‍યા છે તે કોઈપણને જાણ ન હોય. આ સંજોગોમાં આરોપીનુ વીર્ય મળતકના ચણીયા ઉપર મળી આવેલ તે સંયોગીક ન કહી શકાય. આ ઉપરાંત આરોપીએ જે છરી કાઢી બતાવેલ છે તેમા પણ મળતક યુવતીનું‘‘અ'' બ્‍લડ ગળપ મળી આવેલ છે. જે સમયે આરોપી પાસેથી છરી કબ્‍જે કરવામાં આવેલ તે સમયે યુવતીનું બ્‍લડ ગળપ કયુ હતુ તે કોઈને જાણ ન હતી. આથી, આરોપીએ જે છરી કાઢી આપલ છે તે છરી ઉપર વૈજ્ઞાનિક પરીક્ષણના અંતે ૩ માસ બાદ યુવતીનું જ બ્‍લડ ગળપ મળી આવેલ તે હકિત પણ સાંયોગીક ન કહી શકાય. વધુમાં રજુઆત કરવામાં આવેલ હતી કે, મળતક યુવતી પાસેના જે દાગીનાઓ લુંટી લેવામાં આવેલ હતા તે દાગીનાઓ આરોપીએ લોન મેળવવા માટે બેંકમા ગીરવે મુકેલ હતા તેમજ અમુક દાગીના સોનીને વેચી નાખવામાં આવેલ હતા. આ તમામ દાગીનાઓ તપાસ દરમ્‍યાન પોલીસે કબ્‍જે કરેલ તે દાગીનાઓ મળતક યુવતીની દિકરીએ પોતાના કરીયાવરના હોવાનુ ઓળખી બતાવેલ છે. આ તમામ સંજોગો ધ્‍યાનમાં લેતા મળતક યુવતીની હત્‍યા અને બળાત્‍કાર કરનાર ઈસમ હાલનો આરોપી તુષાર કિશોરભાઈ મકવાણા એકમાત્ર હોઈ શકે તેમ અનિવાર્યપણે માનવા પાત્ર છે. આ તમામ રજુઆતોના અંતે અધિક સેશન્‍સ જજ   બી.બી. જાદવએ આરોપી તુષાર કિશોરભાઈ મકવાણા, ઉ.વ.૩૩, રહે, ૧૫૦ ફુટ રીગ રોડ, પુનિતનગર, શેરી ન. ૧૦, રાજકોટ વાળાને ગુજરનાર યુવતીની હત્‍યા સબબ તકસીરવાન ઠરાવી આજીવન સખ્‍ત કેદની સજા ફરમાવેલ છે.

 આ કેસમા સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયેલ હતા.

(3:11 PM IST)