<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

કાંતિભાઇ જાદવ માનવ કલ્‍યાણ યુવક મંડળ દ્વારા રવિવારે સમુહલગ્નોત્‍સવ

પાંચ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે, કરીયાવરમાં ૧૦૦ વસ્‍તુઓ

રાજકોટ : સ્‍વ.કાંતીભાઇ જાદવ માનવ કલ્‍યાણ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિય સમુહ લગ્નોતસવનું આયોજન કરેલ છે. તા. ૧ર રવિવારે જાન આગમન સવારે ૦૮ કલાકે સામૈયા સવારે ૯ કલાકે, હસ્‍તમેળાપ સવારે ૧૧ કલાકે, દાતાઓનું સન્‍માન સવારે ૧૦ થી ૧૧ કલાકે, સંતો મહંતોના રૂડા આશિર્વચન બપોરે ૧ર કલાકે, ભોજન સમારંભ બપોરે ૧ર કલાકે યોજાશે.  આ સમુહલગ્નમાં પાંચ નવ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. દિકરીઓને કરીયાવરમાં ૧૦૦ થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે.  આ પ્રસંગે ગુજરત સરકાર મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ધારાસભ્‍ય શ્રીમતિ ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઇ કાનગડ અને શ્રી રમેશભાઇ ટીલાળા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડે. મેયર શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લિલુબેન જાદવ, શાસક પક્ષ દંડક શ્રી મનીષભાઇ રાડીયા વિ. ઉપસ્‍થિત રહેશે.  સ્‍થળ : ઉગતાના પોરની મેલડી માતાના મંદિર પાસે, રામાપીર ચોક, મોરબી રોડ, ઓવરબ્રીજ નીચે,  રાજકોટ, વધુ વિગત માટે  (અશોકભાઇ જાદવ મો. ૯૦૩૩ર ૯૬ર૪૪) (મહેન્‍દ્રભાઇ જાદવ મો. ૮૧પ૩૮ ૮ર૭૭ર).  આયોજનને સફળ બનાવવા અશોકભાઇ જાદવ, હંસાબેન ધમર, ચાંદનીબેન પરમાર, રાજ ધામેલીયા, રાજડાંગર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:51 PM IST)