<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

ધો. ૧૨ના પરિણામોમાં પુજીત ટ્રસ્‍ટના વિદ્યાર્થીઓનો ઉજ્જવળ દેખાવ

રાજકોટઃ તાજેતરમાં ધો. ૧૨ કોમર્સ-સાયન્‍સનું પરિણામ બહાર પડતાં પુજીત રૂપાણી મેમો. ટ્રસ્‍ટ અંતર્ગત ચાલતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ ધો. ૧૨ કોમર્સના બે બાળકો બોર્ડમાં ચમક્‍યા છે. જેમાં માલકિયા જયદીપ ૯૯.૯૩ પીઆર સાથે બોર્ડમાં સાતમું સ્‍થાન અને ભીમજીયાણી ખુશી ૯૯.૯૧ પીઆર બોર્ડમાં નવમું સ્‍થાન પ્રાપ્‍ત કરતા ટ્રસ્‍ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્‍ચ કારકિર્દી માટે શુભેચ્‍છા પાઠવેલ છે. સતત ૨૪માં વર્ષે આ પ્રોજેકટ અંતર્ગત અભ્‍યાસ કરતા બાળકોનું ૧૦૦% પરિણામ આવેલ છે. આ અગાઉ પણ આ ટ્રસ્‍ટના બાળકો બોર્ડમાં નંબર મેળવી ચૂક્‍યા છે. આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખી છે. છેલ્લા ૨૪ વર્ષથી ભણવામાં તેજસ્‍વી પરંતુ આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકો માટે જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટ ચલાવવામાં આવે છે. કોપોરેશનની શાળાઓ તથા  ખાનગી શાળાઓમાં ધો. ૭માં ૮૫% કે તેથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ આ પ્રોજેકટમાં પસંદગી પામવા પ્રવેશ પરીક્ષા આપવા હકદાર બને છે. પસંદગી પામનાર વિદ્યાર્થીઓને શહેરની શ્રેષ્‍ઠ સ્‍કુલોમાં એડમીશન અપાવી ધો. ૮ થી ધો. ૧૨ સુધી તેઓની તમામ શૈક્ષણિક, યુનિફોર્મ, સાયકલ તેમજ મેડિકલ જવાબદારી ટ્રસ્‍ટ ઉઠાવે છે. ધો. ૧૨ના પરિણામમાં ટ્રસ્‍ટના ૨૧ વિદ્યાર્થીઓમાંથી ૧૧ વિદ્યાર્થીઓએ કોમર્સ અને ૧૦ વિદ્યાર્થીઓએ સાયન્‍સમાં પરીક્ષા આપી હતી આ બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્કસ મેળવી ઉતિર્ણ થયા છે. તેમના સારા પરિણામ માટે ટ્રસ્‍ટી મંડળના ડો.મહુલભાઇ રૂપાણી, મહેશભાઇ ભટ્ટ તથા કમીટી મેમ્‍બર્સ જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવિયા, હસુભાઇ ગણાત્રા, સી.કે.બારોટ, ભારતીબેન બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્‍ના તથા વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટે અભિનંદનની વર્ષા કરી હતી.

(3:53 PM IST)