<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

સરગમ લેડીઝ કલબ દ્વારા સમર ટ્રેઇનીંગ કલાસનો પ્રારંભ

રાજકોટઃ વેકેશનના સમયગાળામાં બહેનો રોજગારલક્ષી તાલીમ લઈને આત્‍મનિર્ભર બને તે માટે સરગમ લેડીઝ કલબ દ્વારા સમર ટ્રેઈનીંગ ક્‍લાસનું આયોજન કરાયું છે.  ઉદઘાટન સમારોહમાં રાજકોટના મહિલા મેયર નયનાબેન પેઢડીયાએ કહ્યું હતું કે, હું યુવાવસ્‍થામાં હતી ત્‍યારે સરગમ લેડીઝ કલબના સમર ટ્રેઈનીંગ ક્‍લાસમાં શીખવા માટે જતી હતી અને આજે વિવિધ કામમાં નિપુણતા મેળવીને મેયરપદ સુધી પહોંચી છું. તેમણે આ આયોજન બદલ સરગમ પરિવારને અભિનંદન પણ આપ્‍યા હતા. ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, રાજકોટ કેળવણી મંડળના ટ્રસ્‍ટી નવીનભાઈ ઠક્કર, મહાવીર સેવા ટ્રસ્‍ટના ચંદ્રકાંતભાઈ શેઠ, જોહર કાર્ડવાળા યુસુફભાઈ માંકડા, ભાજપના ઉપપ્રમુખ કાશ્‍મીરાબેન નથવાણી રેણુબેન યાજ્ઞિક, ચંદ્રિકાબેન ધામેલીયા, આશાબેન શાહ, સુધાબેન ભાયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે દર્શીતાબેને કહ્યું હતુ કે, આ પ્રકારના ક્‍લાસ મારફત બહેનો પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે અને આત્‍મનિર્ભર પણ બની શકે છે. શ્રી નવીનભાઈ ઠક્કરે સરગમ કલબની સેવા પ્રવળતિને બિરદાવી હતી અને શુભેચ્‍છા પણ આપી હતી. જયારે  ચંદ્રકાંતભાઈએ  સરગમ લેડીઝ કલબને અભિનંદન આપ્‍યા હતા. શ્રી ગુણવંતભાઈ ડેલાવાળાએ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી. આભારવિધિ ડો. ચંદાબેન શાહે કરી. સંચાલન ડો. માલાબેન કુંડલીયાએ કર્યું હતું. મોટી ટાંકી ચોકમાં આવેલી કોટક સ્‍કુલમાં યોજાયેલા આ ક્‍લાસ તા.૧૯ સુધી ચાલશે બહેનોને વિવિધ પ્રકારના ૧૫ થી વધુ વિષયોમાં નિષ્‍ણાતો દ્વારા તાલીમ આપવામા આવી રહી છે. ે રાજ બેંક, બાન લેબ, મહાવીર સેવા ટ્રસ્‍ટ, રાધિકા જવેલર્સ અને જોહર કાર્ડનો સહયોગ મળ્‍યો છે. આ ઉપરાંત મૌલેશભાઈ પટેલ, નીલુબેન મહેતા,  જસુમતીબેન વસાણી, અલ્‍કાબેન કામદાર, સુધાબેન ભાયા, ગીતાબેન હિરાણી, અલ્‍કાબેન ધામેલીયા, છાયાબેન દવે,ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, મધુરિકાબેન જાડેજા,  જયશ્રીબેન વ્‍યાસ, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વરે પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:58 PM IST)