તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
ટાઈની સ્ટાર્સ પ્રિસ્કુલ દ્વારા હેલ્ધી બેબી કોમ્પીટીશન : નાના ભૂલકાઓએ સુંદર કૃતિઓ રજુ કરી : શિલ્ડ - સર્ટીફીકેટ અર્પણ

રાજકોટઃ નિલકંઠ સિનેમા સામે આવેલ ટાઈની સ્ટાર્સ પ્રિ સ્કુલ દ્વારા હેમુ ગઢવી ઓડીટોરીયમમાં હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા નાના નાના ભુલકાઓએ સુંદર કળતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભૂલકાઓને સર્ટિફિકેટ તથા ગીફ્ટ આપી તથા વિજેતાઓને શિલ્ડ તથા સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટાઈની સ્ટાર્સ પ્રિ સ્કુલમાં આગામી દિવસોમા સમર કેમ્પનુ પણ આયોજન કરાશે. તેમ ટ્રસ્ટી આરતી ઝાટકિયાની યાદીમાં જણાવાયુ છે.
(9:49 AM IST)










