<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

બરફના ૫ ઉત્‍પાદકોને ત્‍યાં ફુડ શાખા ત્રાટકીઃ પાણીના રિપોર્ટ નિયમિત આપવા નોટીસ

મનપા દ્વારા શિવમ ઇન્‍ડ. એરીયા, સોમનાથ ઇન્‍ડ. એરીયા, નવરંગપરા, વાવડી તથા ડીલક્ષ ચોક ખાતે દરોડો : રામનાથપરા મેઇન રોડ અને ગોવિંદબાગ શાક માર્કેટ વિસ્‍તારમાં ખાણીપીણીના ૩૭ ધંધાર્થીઓને ત્‍યાં ચકાસણી : ૧૯ને લાઇસન્‍સ અંગે સૂચના

રાજકોટ, તા.૧૪: કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે ત્‍યારે કોલ્‍ડ વસ્‍તુઓનું વેચાણ વધ્‍યું છે. જેને ધ્‍યાનમાં રાખી મનપાની ફુડ શાખા દ્વારા બરફનું ઉત્‍પાદન કરતાં એકમોની તપાસ કરી, લાયસન્‍સ તથા હાઈજેનિક કન્‍ડિશન તેમજ યોગ્‍ય જાળવણી અંગે કુલ -૦૫ પેઢીને નોટિસ આપવામાં આવી હતી જેમાં જ્જ  લાભ આઇસ ફેક્‍ટરી (શિવમ્‌ ઇન્‍ડ. એરીયા, ગોંડલ રોડ ચોકડી પાછળ, કોઠારીયા રીંગ રોડ, જ્જ મહાદેવ આઇસ (સોમનાથ ઇન્‍ડ. એરીયા, કોઠારીયા, ગોંડલ, રાજકોટ) જ્જ નવદુર્ગા આઇસ ફેક્‍ટરી (મહાલક્ષ્મી મીલ પાસે,વાવડી, ગોંડલ રોડ જ્જ ક્રિષ્‍ના ફ્રીઝીંગ આઇસ ફેક્‍ટરી (નવરંગપરા, લક્ષ્મીનગર મેઇન રોડ તથા જ્જ  નૂતન સૌરાષ્‍ટ્ર આઇસ ફેક્‍ટરી (ડીલક્ષ ચોક, કુવાડવા રોડને હાઈજેનિક કન્‍ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રામનાથપરા મેઇન રોડ તથા આર્યનગર -ગોવિંદબાગ શાકમાર્કેટ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૭ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૯ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૨૫ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

૧૯ને લાઇસન્‍સ અંગે નોટીસ

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રામનાથપરા મેઇન રોડ તથા આર્યનગર -ગોવિંદબાગ શાકમાર્કેટ વિસ્‍તારમાં આવેલ,  ખોડિયાર હોટલ -ખોડિયાર ગાંઠિયા, ખોડિયાર દાળપકવાન, ચામુંડા દાળપકવાન, બાલાજી દાળપકવાન, ચામુંડા ફરસાણ, વિજય ભજીયા, માં ફરસાણ હાઉસ, રાજબાઈ સેલ્‍સ એજન્‍સી, રાજ ભેળ, રાજ એજન્‍સી, શિવ કોલ્‍ડ્રિંક્‍સ & આઇસ્‍ક્રીમ જોકર કોલ્‍ડ્રિંક્‍સ, રાંદલ સોડા સેન્‍ટર, ભારત પાન & કોલ્‍ડ્રિંક્‍સ, લીંબુ સોડા શોપ, જય યોગેશ્વર ડેરી ફાર્મ, નીલકંઠ ડેરી ફાર્મ, ત્રિલોક ખમણને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.(

(2:55 PM IST)