<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

દાણાપીઠમાં બોલેરો દૂર હટાવવા મામલે મારામારી કડા, સળીયાથી હુમલોઃ શનીને માથામાં ઇજા

ચના, વિરલ સહિતે હુમલો કર્યોઃ મારામારીનો વિડીયો થયો વાયરલ

રાજકોટઃ દાણાપીઠમાં બપોરે મારામારીની ઘટના બની હતી. જેમાં બોલેરોમાં ખાંડ ભરીને આવેલો કુવાડવાનો શનીભાઇ વાલજીભાઇ સુરેલા (ઉ.વ.૨૪) નામના યુવાનને ઉપેનકુમાર શામજીભાઇ નામની દૂકાન પાસે હતો ત્‍યારે તેને બોલેરો દૂર લઇ લેવાનું કહી સળીયા, કડાથી હુમલો કરી માથામાં માર ઇજા પહોંચાડતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. ચનાભાઇ, વિરલ સહિતે હુમલો કર્યાનું પોલીસ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં જણાવાયું હતું. મારામારીનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

(3:05 PM IST)