તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
હ્યુમન મેન્ટર્સ અને એઆઇ સિસ્ટમ્સ વચ્ચેનું સહઅસ્તિત્વ એક નૈતિક પડકારઃ પ્રો. આયંગર
ડો. જે. એમ. વ્યાસ દ્વારા બે પ્રોફેસરો દ્વારા સહ-લિખિત પુસ્તક ‘‘મેન્ટરિંગ બિયોન્ડ એઆઇ''નું વિમોચન કરાયું ‘‘મેન્ટરિંગ બિયોન્ડ એઆઇ'' પુસ્તક વિદ્વાનો સહિત ભાવિ પેઢીને વધુ સશકત બનાવશેઃ ડો. જે. એમ. વ્યાસ

રાજકોટ તા. ૧૪: નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ, ડો. જે. એમ. વ્યાસે એનએફએસયુના બે પ્રોફેસરો પ્રો. એસ. એસ. આયંગર (એમેરિટસ પ્રોફેસર) અને પ્રો. (ડો.) નવીન કુમાર ચૌધરી (ડીન) દ્વારા સહ-લિખિત પુસ્તક ‘‘મેન્ટરિંગ બિયોન્ડ એઆઇ''નું વિમોચન નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તાજેતરમાં કર્યું છે. સાથે જ ડો. વ્યાસે એનએફએફયુના ગાંધીનગર કેમ્પસ સ્થિત સેન્ટર ઓફ એકસેલન્સ ઇન સાયબર સિકયોરિટીના વર્ચ્યુઅલાઇઝેશન વીડિયોનું પણ અનાવરણ કર્યું હતું.
પુસ્તકના લેખક માહેના એક પ્રો. એસ. એસ. આયંગરે, પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે આ પુસ્તક માત્ર હ્યુમન મેન્ટર્સ અને એઆઇ સિસ્ટમ્સ વચ્ચેના સહઅસ્તિત્વના સંબંધને જ ઉજાગર કરતું નથી. પરંતુ તેમાં ઉદ્દભવતા નૈતિક પડકારો, ડાયનેમિક ઇન્ટરએકશન માટે જરૂરી ઉત્તમ પ્રક્રિયાઓને પણ દર્શાવે છે. આ પુસ્તક વિદ્વાનો અને માર્ગદર્શકો માટે એક દીવાદાંડી તરીકે કામ કરશે, જે ભાવિ માર્ગદર્શન આપશે. જયાં શિક્ષણ અને માર્ગદર્શનમાં અમૂલ્ય માનવીય સ્પર્શને બદલે ટેકનોલોજી સ્થાન લઇ રહી છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ)ના કુલપતિ ડો. જે. એમ. વ્યાસે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ‘‘મેન્ટરિંગ બિયોન્ડ'' નામના પુસ્તકના પાંચમાંથી બે લેખકો એઆઇ આ યુનિ.ના છે. જે એનએફએસયુ માટે અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે. આ પ્રકાશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમતા)ના યુગમાં માર્ગદર્શનની શકિતને સમજવા અને તેનો ઉપયોગ કરવાની સામૂહિક યાત્રામાં એક મહત્વપુર્ણ સીમાચિホરૂપ છે. જેમ આપણે જાણીએ છીએ. તેમ મેન્ટરિંગ વિદ્યાર્થીઓના જીવન અને કારકિર્દીને આકાર આપવામાં મુખ્ય ભુમિકા ભજવે છે. ખાસ કરીને આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સી (એઆઇ) જેવી ઉભરતી ટેકનોલોજી સંદર્ભમાં આ પુસ્તક વિદ્વાનો સહિત ભાવિને પેઢીને વધુ સશકત બનાવશે.
આ પુસ્તકના પાંચ લેખકો સર્વશ્રી એસ.એસ. આયંગર, નવીનકુમાર ચૌધરી, જેરી એફ.મિલર, અનીતા કુરૂપ અને નિકી પીસીનૌ છે. પુસ્તકની પેપર બેક આવૃતિની કિંમત રૂા.૯૯૯ છે જે એમેઝોન ઉપર ઉપલબ્ધ છે.
આ પ્રસંગે શ્રી સી.ડી. જાડેજા (એકિઝકયુટિવ રજિસ્ટ્રાર) પ્રો. એસ.એસ. આયંગર (એમેરિટસ પ્રોફેસર) પ્રો.એચ.બી.પ્રસાદ પેસ યુનિવર્સિટી બેંગાલુરૂ અને પ્રો. (ડો.)નવીન કુમાર ચૌધરી ડીન એસસીએસડીએફ એનએફએસયુ ઉપસ્થિત રહેલ જે તસ્વીરમાં નજરે પડે છે. કાર્યક્રમ દરમિયાન યુનિ.ની વિવિધ સંસ્થાના ડીન અને એસોસિએટ ડીન અધ્યાપકગણ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોવાનું ગાંધીનગર ખાતેની નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી કેમ્પસ ડાયરેકટર પ્રો. (ડો.) એસ.ઓ.જુનારેએ જણાવ્યું છે.
(3:09 PM IST)










