તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
મોબાઇલનો ઉપયોગ કેટલો અને કેવી રીતે કરવો ? ગુરૂકુલની શિબિરમાં બાળકોને માર્ગદર્શન શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાન આયોજિત
ભાવિ પેઢીના જીવન ઘડતર માટે ઉપયોગી ઉનાળુ વર્ગ

બાળ સંસ્કાર શિબિરના દીપ પ્રાગટય પ્રસંગની તસ્વીર
રાજકોટ તા. ૧૪ : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાન દ્વારા બાલ સંસ્કાર શિબિર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસના આ બાલ સંસ્કાર શિબિરમાં ભક્તિવલ્લભ સ્વામી, કૃષ્ણસ્વરૂપદાસ સ્વામી, જ્ઞાનજીવનદાસ સ્વામી વગેરે સંતોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોના સંતો સાથે ગ્રુપ ફોટા બાદ સંતોએ બાળકો પર ચોકલેટની વર્ષા કરી હતી.
શ્રી કિશનભાઇ દોંગાએ બાળકોને મોબાઈલનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ અને કેટલો સ્ક્રીન ટાઈમ આપવો જોઈએ તેને વિશેષ માહિતી આપી હતી. જનમંગલ સ્વામી તરફ ભગવાનના દર્શન કેમ કરવાના તેમજ દંડવત વિશે જણાવ્યું હતું. જયારે બ્રહ્મપ્રકાશ સ્વામીએ સંસ્કારની મહત્તા શું છે? ᅠઅને સંસ્કારથી આપણે કઈ રીતે પ્રગતિ કરી શકીએ તે સમજાવ્યું હતું.
શિબિર દરમ્યાન માતા-પિતા પ્રત્યે આદર, દેશ માટે રાષ્ટ્ર ભાવના અને આપણા વિસ્તાર અને આપણા શહેરની સ્વચ્છતા અંગે બાળકોને જાગૃત કરવામાં આવ્યાં.
ઓરીગામીમાં ફલાવર મેકિંગ, ડ્રોઈંગ વિભાગમાં ફલાવર પોટ બનાવતા શીખ્યા અને ક્રાફટ સેક્શનમાં આઈસ્ક્રીમ સ્ટીક દ્વારા સરસ મજાની ઘનશ્યામ મહારાજની ફોટો ફ્રેમ બાળકોએ બનાવી.
યોગાસન સેશનમાં રસિકભાઈ કપુરીયા બાળકો માટેના ખાસ યોગ શીખડાવવામાં આવ્યાંᅠહતાં, તેમજᅠᅠઈન્ડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે બાળકોએ મોરબી સ્વામિનારાયણ ગુરૂકુલ ની હરિયાળી લોનમાં ક્રિકેટનો આનંદ અને સ્વિમિંગ પૂલમાં નાહવાની મજા માણી.
મોરબીની જાણીતી ઓસીસ વિટ્રિફાઇડ કંપનીની મુલાકાત લઈ વિટ્રિફાઈડ ટાઇલ્સ કેવી રીતે બને છે તેની શરૂઆતથી ફાઈનલ ફિનિશિંગ સુધીની આખી પ્રોસેસ સમજયા. તેમજ બાલાજી કંપનીમાં પૂઠા કેવી રીતે બને છે. પ્રિન્ટિંગ બોક્સિંગ, પેકીંગ વગેરેની માહિતી મેળવી.
બે દિવસ દરમિયાન બાળકોએ કેરીનો રસ, તરબૂચ ઉત્સવ, આઈસ્ક્રીમ ઉત્સવ વગેરેની મોજ પણ માણી.
ગુરૂ મહારાજ શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી અને મહંતસ્વામી શ્રી દેવપ્રસાદ સ્વામીના હસ્તે વિજેતા બાળકોને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. બાલ સંસ્કાર શિબિરનું આયોજન ડો.નિમિષ મુંગરાના માર્ગદર્શન નીચે સ્વયંસેવકોએ સંભાળ્યું હતું.
(3:09 PM IST)










