તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
મૈત્રી કરારથી રહેતાં રવિ પરમારે કલેશને કારણે આપઘાત કર્યો
ઉદયનગરનો યુવાન પાંચેક મહિનાથી એસઆરપી કેમ્પ પાસે રહેતો હતો :ગઇકાલે તે જેની સાથે રહે છે તે સીમરનની આંખ બતાવવા અમદાવાદ ગયો હતોઃ મોડી રાતે બંને પરત રાજકોટ આવ્યા બાદ ગળાફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૧૪: ઘંટેશ્વર એસઆરપી કેમ્પ નજીક વર્ધમાન ડ્રીમ્સમાં મુસ્લિમ મહિલા સાથે મૈત્રી કરારથી પાંચેક મહિનાથી રહેવા ગયેલા ઉદયનગરના યુવાન રવિભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૭)એ ગત મોડી રાતે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનવાની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં એએસઆઇ વાય. ડી. ભગત સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે રવિભાઇ હાલમાં ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તેના કુટુંબીજનોએ જણાવ્યું હતું કે રવિભાઇએ પાંચેક મહિના પહેલા ધ્રોલ તરફથી સીમરન નામની મુસ્લિમ મહિલા સાથે મૈત્રી કરાર કર્યા હોઇ તે પરિવારથી અલગ રહેતો હતો. સીમરનની આંખમાં તકલીફ થઇ ગઇ હોઇ ગઇકાલે જ રવિભાઇ તેણીને લઇને અમદાવાદ ડોક્ટરને બતાવવા ગયો હતો. મોડી રાતે પરત આવી ઉદયનગરમાં પિતાને મળવા પણ ગયો હતો. એ પછી તેણે વર્ધમાન ડ્રીમ્સમાં ઘરે જઇ ગળાફાંસો ખાઇ લીધો હતો. સીમરન અને તેના વચ્ચે કોઇ બાબતે કલેશ થતાં આ પગલુ ભરી લીધાનું કુટુંબીજનોએ કહ્યું હતું. પોલીસે વધુ તપાસ યથાવત રાખી હતી.
(3:21 PM IST)










