<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

કાળા કાચના વધુ ૩૧ કેસ કરાયાઃ ટ્રાફિક ડ્રાઇવમાં કુલ ૩૧૭ એનસી કેસ થયા

રાજકોટઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સાંજે છથી આઠ સુધી વાહન ચેકીંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં કારમાં કાળી ફિલ્‍મ લગાડીને નીકળેલા ૩૧ ચાલકો સામે કેસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી પૂજા યાદવની સુચના અને એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં આ કામગીરી થઇ હતી. એએસઆઇ તૃષાબેને ઓવરસ્‍પીડના ૪૭ કેસ કરી ૯૪ હજારના ઇ-ચલણ અને સુધાબેને ૪૬ કેસ કરી ૯૨ હજારના ઇ-ચલણ જનરેટ કર્યા હતાં. કુલ ૩૧૭ એનસી કેસ કરી રૂા. ૧,૪૮,૯૦૦નો દંડ વસુલ કર્યો હતો.

(3:23 PM IST)